બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / આરોગ્ય / american scientist made hybrid corona virus which is 5 times more hazardous

મોટો ખતરો / આ દેશના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો ઓમિક્રોનથી પાંચ ગણો ખતરનાક હાઇબ્રિડ કોરોના વાયરસ, 100માંથી 80 સંક્રમિતોના થાય છે મોત!

MayurN

Last Updated: 02:11 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન વૈજ્ઞાનિકોનું રિસર્ચ, વૈજ્ઞાનિકોએ લેબમાં કોવિડ-19 વાયરસનો ખતરનાક વેરિએન્ટ બનાવ્યો છે. જેમાં સંક્રમિતોનો મૃત્યુ દર 80 ટકા છે.

  • કોરોના વાયરસને લઈને વધુ એક ભય
  • અમેરિકાની લેબમાં બનાવ્યો નવો એક વેરિએન્ટ 
  • હાઇબ્રિડ વાયરસમાં મૃત્યુદર 80 ટકા જોવા મળ્યો 

જ્યારથી કોરોનાએ કહેર મચાવ્યો છે, ત્યારથી તેણે વિનાશ સિવાય કશું જ કર્યું નથી. એક પછી એક કોરોના વેવ આવતી રહી અને લોકોની મુશ્કેલીઓ વધતી ગઈ. દર વખતે કોરોનાનો નવો વેરિઅન્ટ સામે આવે છે, જે પહેલાની સરખામણીએ વધુ ખતરનાક હોય છે. આ ક્રમમાં અમેરિકન વૈજ્ઞાનિકોએ એક એવું રિસર્ચ કર્યું છે જેનાથી દેશ અને દુનિયાની ચિંતા વધવાની છે. આ વૈજ્ઞાનિકોએ લેબમાં કોવિડ-19 વાયરસનો ખતરનાક વેરિએન્ટ બનાવ્યો છે. જેમાં સંક્રમિતોનો મૃત્યુ દર 80 ટકા છે. તેવો દાવો છે.

શું હતો પ્રયોગ ?
અમેરિકાના આ પ્રયોગમાં રિસર્ચ લેબની અંદર કોવિડ 19નો એક વેરિએન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે અગાઉના વેરિએન્ટ એટલે કે ઓમિક્રોન કરતા પાંચ ગણો વધુ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. આ હાઇબ્રિડ કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો મૃત્યુદર 80 ટકા છે. હાલ આ પ્રયોગ ઉંદર પર કરવામાં આવ્યો હતો. આ વેરિએન્ટથી સંક્રમિત થયેલા 80 ટકા ઉંદરોના મોત થયા હતા.

80 ટકા ઉંદરના મોત થયા
અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ મ્યુટન્ટ વેરિયન્ટ ઓમિક્રોન અને કોવિડ-19 વાયરસનું હાઇબ્રિડ છે, એટલે કે, તે બંનેના કોમ્બિનેશનથી બનેલું છે. બોસ્ટન યુનિવર્સિટીમાં આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે ઉંદરોને આ વેરિએન્ટનો ચેપ લાગ્યો હતો તેઓ બચી શક્યા ન હતા. આમાંના કેટલાકને ઓમિક્રોનનો ચેપ લાગ્યો હતો, પરંતુ તેમાં માત્ર હળવા લક્ષણો જોવા મળ્યા હતા.

માનવનિર્મિત વાયરસ ખતરા સ્વરૂપ
એવું માનવામાં આવે છે કે આ માનવસર્જિત વાયરસ હજી સુધીનો સૌથી ખતરનાક વેરિએન્ટ હોઈ શકે છે કારણ કે તેનો અસ્તિત્વ દર ખૂબ જ ઓછો છે. આ રિસર્ચ બાદ લોકોની ચિંતા વધી છે. જણાવી દઈએ કે આ વાયરસ સૌથી પહેલા ચીનના વુહાન શહેરના એક મીટ માર્કેટમાંથી ફેલાયો હતો. તેમની એક વાયરોલોજી લેબ આ બજારથી માત્ર 12 કિલોમીટર દૂર હતી. ઘણી થિયરીઓ માને છે કે આ ખતરનાક વાયરસ આ લેબમાંથી લીક થયો છે પરંતુ તેની તપાસ હજી સુધી કરવામાં આવી નથી. અને કોઈ પુરાવા સાબિત થયા નથી.

ઉંદરો પર કરવામાં આવ્યો ટેસ્ટ
સંશોધકોએ ઉંદર પર વાયરસના નવા વેરિએન્ટનું પરીક્ષણ કર્યું, ઉંદરોને આ સ્ટ્રેનથી ચેપ લગાવ્યો અને જોયું કે તે પછી તેઓએ કેવું વર્તન કર્યું. તેઓએ આ પ્રયોગના પરિણામો એવી રીતે શેર કર્યા હતા કે, ઓમિક્રોનમાં ઉંદરમાં હળવા લક્ષણો જોવા મળ્યા હતા, પરંતુ હાઇબ્રિડ વાયરસથી ઉંદરોમાં મૃત્યુ દર 80 ટકા હતો અને તે ગંભીર રોગનું કારણ બને છે. આ સંશોધનમાં બોસ્ટન અને ફ્લોરિડાના સંશોધકોની ટીમે ઓમિક્રોનનું સ્પાઇક પ્રોટીન કાઢ્યું હતું અને તેને કોવિડ 19ના સ્પાઇક પ્રોટીન સાથે જોડ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ