AMC big step to prevent tax department irregularities, now all tax department Work will be online
નિર્ણય /
ટેક્સ વિભાગની ગેરરીતિ અટકાવવા માટે AMCનું મોટું પગલું, હવે તમામ કામગીરી થશે ઓનલાઈન
Team VTV11:08 PM, 30 Jun 22
| Updated: 11:12 PM, 30 Jun 22
સિસ્ટમ સાથે ચેડા કરી ટેક્સની રકમ બારોબર સેટલ કરાઇ હોવાનું સામે આવતા AMCનો નિર્ણય હવે ટેક્સ વિભાગની કામગીરી ઑનલાઇન જ થશે
ટેક્સ વિભાગની ગેરરીતી અટકાવા AMCની તવાઈ
ટેક્સ કામગીરી થશે ઓનલાઈન
અગાઉ ટેક્સમાં ગેરરીતીના ઉઠ્યા હતા પ્રશ્નો
ગુજરાતમાં ટેક્સ વિભાગ થતી ગેરરીતિ અને સમસ્યા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પધ્ધતી આપવામાં આવશે. આગામી દિવસોમાં ટેક્સને લગતી કામગીરી ઓનલાઈન કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેક્સ વિભાગમાં નામ બદલવાથી લઈ ટેક્સની ચૂકવણી સુધીના કાર્યો ઓનલાઈન કરી શકાશે. અગાઉ રેવન્યુ કમિટીના ચેરમેન દ્વારા ટેક્સમાં ગેરરીતિ મામલે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. જે બાદ તંત્રએ સમગ્ર કામગીરી ઓનલાઈન કરવાનો નિર્ણય કર્યો છે.
એપ્રિલ મહિનામાં સામે આવી હતી ધાંધલીઓ
ગત એપ્રિલ મહિનામાં જ એએમસીના ટેક્સ વિભાગમાં ગેરરીતિ થયાનું સામે આવ્યું હતું. સિસ્ટમ સાથે ચેડા કરી ટેક્સની રકમ બારોબર સેટલ કરાઈ હોવાનું સામે આવ્યું હતું.રેવન્યુ કમિટીના ચેરમેને આ બાબતે મ્યુનિ. કમીશ્નર અને વિજિલન્સ વિભાગને પત્ર લખી તપાસની માંગ કરી હતી..ટેક્સ કોર્પોરેશનના ખાતામાં જમા થવાને બદલે સિસ્ટમ સાથે ચેડા કરી ટેક્સના બીલની રકમ અથવા ક્રેડિટ સેટલ કરી દેવામાં આવી હતી
રિપોર્ટ બાદ ટેક્સ કામગીરી ઑનલાઇન કરવાનો નિર્ણય
માર્ચ મહિનામાં આવા 200 જેટલા ટ્રાન્જેક્શન થયા છે.સ્વાઇપિંગ મશીનને સ્વાઇપ કરીએ નાણાં એએમસીમાં ખાતામાં જમા કરવાને બદલે બારોબાર સેટલમેન્ટ કરી દેવામાં આવ્યા છે..આ બાબતે મ્યુનિ.કમીશ્નર, ડે. કમીશ્નર ટેક્સ ખાતું, ઇ ગાવર્નન્સ ખાતું અને વિજિલન્સ ખાતાને પત્ર લખી ઘટનાની તપાસ કરવા માંગ કરી હતી. ફોરેન્સિક ઓડિટ કરી આ ક્રાઈમમાં જે કોઈ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવા માંગ કરી છે. અને આ બાબતે 15 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો હતો.200 ટ્રાન્જેક્શનમાં અંદાજે એએમસીને 2 કરોડનું નુકસાન થયું હોવાનું અંદાજ છે...બધા ઝોનમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું ત્યારે આખી સિન્ડિકેટ દ્વારા આ કામગીરી કરવામાં આવતી હોવાનો અંદાજ છે..ત્યારે આ બાબતે વિજિલન્સ તપાસ કરી પોલીસ ફરિયાદ કરવા માંગ કરવામાં આવી હતી જે બાદ ટેક્સને લગતી કામગીરી ઓનલાઈન નિર્ણય રેવન્યુ કમિટી લેવામાં આવ્યો હતો જેનો અમલ હવે આવનારા દિવસોમાં થશે જેથી ઉપરોક્ત થયેલી ગેરરીતિનો નિવેડો લાવી શકાશે.