બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Ambalal Patel has predicted that How long will the rain last in Gujarat

આગાહી / ગુજરાતમાં સાતમ-આઠમ પછી પણ આટલા દિવસ સુધી રહેશે વરસાદનું જોર, અંબાલાલ પટેલે કરી આગાહી

Khyati

Last Updated: 02:05 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઇને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી, સપ્ટેમ્બરમાં પણ વરસાદ આવશે

  • હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
  • વરસાદને લઇ કરી આગાહી
  • આગામી 24 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે

ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  તેમાં પણ આજે તો ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદી માહોલ ક્યાં સુધી જોવા મળશે તેને લઇને આગાહી કરતા જણાવ્યું કે આગામી 24 ઑગષ્ટ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. 

વરસાદ હજુ ગયો નથી- અંબાલાલ પટેલ

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે.  રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. સપ્ટેમ્બર માસની શરૂઆતમાં પણ વરસાદ રહેશે તેમ જણાવ્યું. આ ઉપરાંત સપ્ટેમ્બર માસમા ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ છે.  બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ રહેશે.

રાજ્યમાં 24 કલાક ભારે વરસાદની આગાહી

રાજ્યમાં 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત  મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે.  જો કે  આવતીકાલ 19 તારીખથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા વ્યક્ત કરી છે.  

નર્મદા ડેમની જળસપાટી 134.32 મીટરે

નર્મદા ડેમના ઉપરવાસના જળાશયોમાંથી નર્મદા ડેમમાં સરેરાશ 5,93,749 લાખ ક્યુસેકથી પણ વધુ પાણીની આવક થતા નર્મદા ડેમની જળસપાટી 134.32 મીટરે પહોંચી છે. વધુ માત્રામાં પાણી ની અવાકને પગલે નર્મદા ડેમના 23 ગેટ 3.25 મીટર સુધી ખોલીને નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે. સાથે રિવરબેડ પાવર હાઉસ 44,462 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા નર્મદા નદીમાં 5,44,462 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા.

છેલ્લાં આઠ વર્ષમાં ૧૪ ઓગસ્ટ સુધીનો સૌથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યનાં જળાશયોમાં હાલમાં ૭૪.૬ર ટકા પાણીનો જથ્થો છે. રાજ્ય પરથી ખેતી અને પીવાના પાણીની ઘાત ટળી છે. અત્યાર સુધી ‌સિઝનનો ૮પ.પ૬ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લાં આઠ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધીનો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી ૧ર.૧૮ ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધી રાજ્યના ૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં ૧૩૭, દક્ષિણ ગુજરાતમાં ૯પ, સૌરાષ્ટ્રમાં ૭૮, ઉત્તર ગુજરાતમાં ૭૬ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૩ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યનાં જળાશયોમાં ૯૦ ટકાથી વધુ ભરાયેલાં ૭૦ જળાશય હાલ હાઈ એલર્ટ પર છે. જ્યારે ૯૦ ટકા સુધી ભરાયેલાં ૧૪ જળાશય એલર્ટ પર છે. ૮૦ ટકા સુધી ભરાયેલાં ૧પ જળાશયને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે, જ્યારે ૧૦૭ જળાશયોમાં ૭૦ ટકા જેટલું પાણી છે.

સંકળાયેલા મુદ્દાઓ

અંબાલાલ પટેલ આગાહી વરસાદની આગાહી હવામાન વિભાગ Gujarat Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ