સેલના દિવસે દેશમાં 4 મોટા શહેરોમાં પહેલી વખત પોતાની હાઇપરલોકલ પ્રાઇમ નાઉ એપનો લાભ લેવા માટે તૈયારી કરવામાં આવી રહી છે જે હેઠળ કંપની સ્માર્ટફોન્સ અને કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિકસ સહિતની તમામ કેટેગરીની પ્રોડક્ટ્સને 2 કલાકમાં ડિલીવરી ઑફર કરશે. એમેઝોનએ પ્રાઇમ નાઉ એપને FMCG કેટેગરીના ધ્યાનમાં રાખીને લોન્ચ કરી છે જેની સરખામણી બિગ બાસ્કેટની સાથે થશે તેણે માત્ર ગ્રોસરી નહી પરંતુ સ્પીડ એપના રૂપ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં તે મુંબઇ દિલ્હી બેંગ્લોર અને હૈદરાબાદમાં અવેલેબલ છે.
એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યુ કે ''પ્રાઉમ નાઉની મદદથી કંપની કસ્ટમર્સના તે પ્રોડક્ટ્સની ફાસ્ટ ડિલીવરીની ઑફર કરશે જેની તત્કાલિક જરૂર હોય અથવા તો જલ્દીથી ખરીદવાની ઇચ્છા હોય જેમાં ગ્રોસરી કિચન આઇટમ અને કન્ઝ્યૂમૂર ઇલેક્ટ્રોનિક્સ અથવા તો કોઇ બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ.''
એમેઝોન આ વર્ષે 16-17 જૂલાઇના થનારા પ્રાઇમ ડે સેલમાં તમામ કેટેગરીને મળીને 200 નવી પ્રોડક્ટ્ લોન્ચ કરશે. એમેઝોન પ્રાઇમના ઇન્ડિયાના હેડે જણાવ્યુ કે ''ઘણી પ્રોડક્ટ્સ એવી છે જે પ્રાઇમ નાઉ એપ પર 2 કલાકમાં ફાસ્ટ ડિલીવરી માટે ઉપલબ્ધ રહેશે.''
એમેઝોન પોતાના પ્રાઇમ કસ્ટમર્સને 2 કલાકની અંદર ફાસ્ટ ડિલીવરનું અનુભવ આપવા માટે મે માં પોતાના ગ્રોસરી એપ 'અમેઝોન નાઉ'ને નામ બદલીને 'પ્રાઇમ નાઉ' કરી દીધું છે. આ એપ પર પ્રાઇમ કસ્ટમર્સના માટે ફ્રેશ પ્રોડ્યુસ ગ્રોસરી અને હોમ એન્ડ કિચન આઇટમ્સ કેટેગરીમાં 10000થી વધારે પ્રોડક્ટ્સ છે જેની ડિલીવરી સવારે 6-12 વાગ્યાની વચ્ચે કરવામાં આવે છે. એમેઝોને તાજેતરમાં જ પ્રાઇમ નાઉ પર ઘણી One Plus Redmi અને Moto Gના એક્સક્લૂસિવ સ્માર્ટફોન્સ ઑફર્સ શરૂ કરી છે. એમેઝોનને ફાયર ટીવી સ્ટિક કિંડલ અને ઇકો ડિવાઇસને પણ પ્રાઇમ નાઉ ઑફર કરવામાં આવશે. એમેઝોન દ્વારા દાવો કરવામાં આવ્યો છે પ્રાઇમ નાઉ એપ પર આ કેટેગરીમાં સેલ્સના માસિક આધાર પર 10 ગણાનો વધારો થયો છે.
આ સાથે જ એમેઝોન દ્વારા પોતાના પ્રાઇમ કસ્ટમર્સ માટે 15 નવા ફૂલફિલમેન્ટ સર્વિસ સેન્ટર લોન્ચ કરવામાં આવ્યા છે જે પાછળનો હેતુ એક ટૂથબ્રથથી લઇને કિંડલ ડિવાઇસ સુધી 2 કલાક ડિલીવરીની માટે પોતાનો સપ્લાઇ ચેનને વધારે સક્ષમ બનાવી શકે. ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ અનુસાર આ સિવાય પ્રાઇમ ડેના દિવસે પ્રાઇમ નાઉને પ્રોત્સાહન આપવા માટે એમેઝોનનું હેતુ હાઇપરલોકલ એપને યૂઝર્સને વધારો કરવાનો છે જે હજુ એક્ટિવ યૂઝર્સના મામલામાં બિગ બાસ્કેટ અને ગ્રોફર્સની પાછળ છે.