Amazon faces backlash in India for selling toilet seats, shoes with images of Hindu gods
વિવાદ /
અમેઝોન વેચી રહી છે દેવી-દેવતાઓના ફોટો વાળી ટૉયલેટ સીટ, સોશિયલ મીડિયા પર થયો વિરોધ
Team VTV12:13 PM, 17 May 19
| Updated: 12:17 PM, 17 May 19
ઇ-કૉમર્સ કંપની અમેઝોનને સોશિયલ મીડિયા પર હજારો લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીનો વિરોધ વેંચાણ મંચ પર હિંદુ દેવી-દેવતાઓની તસ્વીરો વાળી ટૉયલેટ સીટ કવર દેખાડ્યા બાદ થયો છે.
ઇ-કૉમર્સ કંપની અમેઝોનને સોશિયલ મીડિયા પર હજારો લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. કંપનીનો વિરોધ વેંચાણ મંચ પર હિંદુ દેવી-દેવતાઓની તસ્વીરો વાળી ટૉયલેટ સીટ કવર દેખાડ્યા બાદ થયો છે. જોત જોતામાં અમેઝન વિરુદ્ધ 24000 થી વધારે ટ્વિટ કરવામાં આવ્યા, કેટલાક ટ્વિટમાં તો વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટેગ પણ કરવામાં આવ્યા.
સંપર્ક કરવા પર અમેઝોનના પ્રવક્તાએ કહ્યું કે અમેઝોનના તમામ વિક્રેતાઓને કંપનીના દિશાનિર્દેશોનું પાલન કરવું જોઇએ. જે આવું કરતા નથી એમને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આ વિક્રેતાઓને અમેઝોનનો પ્લેટફૉર્મથી હટાવી પણ શકાય છે. પ્રવક્તાએ જણાવ્યું કે ઉત્પાદોને લઇને પ્રશ્નો ઊઠાવવામાં આવી રહ્યા છે અને અમારા સ્ટોરમાંથી હટાવવામાં આવી રહ્યા છે.
I wonder why @amazon@amazonIN are so insensitive to the religious faith of Indians!
They continue to feature blasphemous products showing our Darbar Sahib, Temples or Gods in hurtful manner. I raise a strong voice against such products & join people in #BoycottAmazon movement pic.twitter.com/PZg4QRLZPq
જણાવી દઇએ કે આ પહેલા કેનેડામાં ડોરમેટ પર ભારતીય ઝંડો છાપવાને લઇને અમેધોન વિવાદમાં આવી હતી. આ ઘટના બાદ અમેઝોનનો ખૂબ જ વિરોદ થયો હતો. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે એને લઇને અમેઝોનને ચેતવણી પણ આપી.
એમને કહ્યું હતું કે અમેઝોન આ મામલે કોઇ પણ શરત વગર માફી માંગે અને રાષ્ટ્રીય ધ્વજને અપમાન કરનાર તમામ પ્રોડક્ટ્સ તત્કાળ પાછી લે. સુષમાએ આવું ના કરવા પર અમેઝોનના અધિકારીઓને આગળ વીઝા જારી ના કરવાની ચેતવણી આપી હતી.