બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Alpha One Malls KFC sealed action by AMCs food department

કાર્યવાહી / અમદાવાદીઓ આ જાણીતા મોલમાં KFCનું ફૂડ ટેસ્ટમાં ફેલ, તો રાજકોટના પ્રખ્યાત ઈશ્વર ઘૂઘરાની ખૂલી પોલ, અખાદ્ય જથ્થો નાશ

Mahadev Dave

Last Updated: 06:29 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC ના ફૂડ વિભાગ દ્વારા આલ્ફા વન મોલનું KFC સીલ કરાયું હતું. ફૂડ અને પાણીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ થયા હતા. તો રાજકોટમાં પ્રખ્યાત ઈશ્વર ઘૂઘરા વાળાને ત્યાં તપાસમાં વાસી બટાકા માવો,મરચાંની ચટણી માટેના કલર મળી આવ્યા હતા.

  • આલ્ફા વન મોલ નું KFC સીલ કરાયું 
  • AMC ના ફૂડ વિભાગ ની કાર્યવાહી 
  • રાજકોટમાં પ્રખ્યાત ઈશ્વર ઘૂઘરા વાળાને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા

આજના માહમારીના યુગમાં બીમારીઓ ફેલાવાનું સૌથી મોટું કારણ ભેળસેળ યુક્ત ખોરાક અને ફાસ્ટ ફૂડ છે. બજારમાં મળતા બિનઆરોગ્યપ્રદ વાનગીઓને લીધે મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યાં છે. જો કે બજારમાં મળતી ખાણી-પીણી લોકોના સ્વાસ્થ્યને નુકશાનકારક છે કે કેમ તે તપાસ કરવા માટે ફૂડ વિભાગ છાશવારે દરોડા પાડી બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુઓને સ્થળ પર જ નાશ કરે છે અથવા તેને ચેકિંગ અર્થે મોકલી જેતે દૂકાન કે રેસ્ટોરન્ટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરે છે. ત્યારે રાજકોટ અને અમદાવાદમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન નામાંકિત કંપનીઓ અને ખાણીપીણીના ધંધાર્થીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ આવી હતી.

Alpha One Malls KFC sealed action by AMCs food department

KFC રેસ્ટોરાંમાં આરોગ્ય સાથે ચેડા

અમદાવાદમાં જાણીતા આલ્ફા વન મોલમાં KFC રેસ્ટોરાંમાં આરોગ્ય સાથે ચેડા કરે તેવી વાનગીઓ પીરસાતી હોવાની ફરિયાદ એક ગ્રાહકે AMCના ફૂડ વિભાગમાં કરી હતી. ત્યારબાદ ફૂડવિભાગ દ્વારા તાત્કાલિક આલ્ફા વન મોલમાં પહોંચ્યું હતું અને ત્યાં મળતાં ફૂડ અને પાણીના સેમ્પલ લેબોરેટરી ખાતે ટેસ્ટ માટે મોકલ્યા હતા. KFCનું ફૂડ લેબોરેટરીમાં ફેઇલ થતાં તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં KFC સીલ કરવામાં આવ્યું હતું. 

Alpha One Malls KFC sealed action by AMCs food department

રાજકોટના ફૂડ વિભાગે પણ સપાટો બોલાવ્યો

બીજી બાજુ રાજકોટના ફૂડ વિભાગે પણ સપાટો બોલાવ્યો હતો અને અનેક રેસ્ટોરાં અને નાસ્તાની લારી પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. રાજકોટમાં જાણીતા ઇશ્વર ઘૂઘરા, રામનાથ પરામાં આવેલા કારખાનામાં ચેકિંગ કરતાં અનેક અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. ઇશ્વર ઘૂઘરાવાળાને ત્યાં ખોરાકમાં ભેળસેળ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં વાસી બટાકા માવો, મરચાની ચટણી માટે કલર મળી આવ્યા હતા. તો દાજીયા તેલ સહિતના જથ્થો મળી આવ્યો હતો. તો મીઠી ચટણી 20 કિલો, લાલ ચટણી 5 કિલો સહિત કુલ 145 કિલોના અખાદ્ય જથ્થાને સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો હતો.

Alpha One Malls KFC sealed action by AMCs food department

સંકળાયેલા મુદ્દાઓ

AMC Alpha One Malls kfc rajkot અમદાવાદ ફૂડ ટેસ્ટ રાજકોટ AMC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ