બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / All you need to know about detention centers in India

CAA NRC / હા, દેશમાં ડિટેન્શન સેન્ટર છે; જાણો સમગ્ર દેશ આની કેમ ચર્ચા કરી રહ્યો છે

Dharmishtha

Last Updated: 09:54 PM, 27 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ ફોરેનર્સ એક્ટ 1946નાં સેક્શન 3(2)(સી) હેઠળ કેન્દ્ર સરકાર ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા વિદેશી નાગરિકોને તેમનાં દેશમાં પાછા મોકલવાનો અધિકાર રાખે છે. આસામમાં વર્ષ 2012માં 3 જિલ્લાઓની અંદર ડિટેંશન સેન્ટર બનાવવામાં આવ્યા હતા. આ ડિટેંશન સેન્ટર ગોલપાડા, કોકરાઝાર અને સિલચરનાં જિલ્લાની જેલોની અંદર બનાવવામાં આવ્યા હતા.

  • પાસપોર્ટ એક્ટમાં મુજબ કાયદેસર પાસપોર્ટ વગર દેશમાં ઘૂસણખોરી કરનારાઓને બહાર કાઢી શકાશે
  • ધ ફોરેનર્સ એક્ટ હેઠળ ભારત સરકાર વિદેશી નાગરિકોને એક જગ્યાએ રાખી શકે છે
  • આસામમાં અત્યારે કુલ 6 ડિટેન્શન સેન્ટર છે. જેમાં આ સેન્ટરમાં 25 જૂન 2019 સુધી કુલ 1133 લોકોને રાખવામાં આવ્યા છે

નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએ, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રેશન એટલે કે એનપીઆર અને નેશનલ રજિસ્ટ્રેશન ઓફ સિટિઝન્સ એટલે કે એનઆરસીને લઈ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ માહોલની વચ્ચે એક નવો શબ્દ છે ડિટેંશન સેન્ટર. વિપક્ષ જ્યાં એનઆરસી, સીએએ અને એનપીઆરની વિરુદ્ધ પોતાનાં આંદોલને ગતિ આપવા માટે ડિટેંશન સેન્ટરનો ડર બતાવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ સત્તા પક્ષ ડિટેન્શન સેન્ટરને કોંગ્રેસની ભેટ અને સુપ્રીમ કોર્ટનાં નિર્ણય પ્રમાણેનું જણાવી રહ્યું છે.

ડિટેન્શન સેન્ટર શું છે?

કોઈ પણ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા બીજા દેશથી આવેલા નાગરિકોને રાખવા માટે એક જગ્યા બનાવવામાં આવે છે. તેને ડિટેન્શન સેન્ટર કહે છે. તેમાં કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી રહી શકે છે જ્યાં સુધી તે તેની નાગરિક્તા સાબિત નથી કરી દેતો. જો કોઈ વ્યક્તિ ટ્રિબ્યુનલ / કોર્ટ દ્વારા વિદેશી જાહેર થાય છે તો તેની વતન વાપસી સુધી તેને આ સેન્ટરમાં રાખવામાં આવે છે. 

ડિટેન્શ સેંટરનો હેતુ ધ ફોરેનર્સ એક્ટ, પારપોર્ટ એક્ટ તોડનારા વિદેશી લોકોને થોડાક સમય એટલે કે તેને પાછા વતન મોકલવામાં આવે ત્યાં સુધી ડિટેન્શન સેન્ટરમાં રાખવાનો છે. એટલે કે વિઝાની મર્યાદા પુરી થયા પછી રહેનારા, ડુપ્લીકેટ પાસપોર્ટથી દેશમાં ઘૂસનારાને કાયદેસરની કાર્યવાહી તથા તેની વતન વાપસી થાય ત્યાં સુધી અહીં રાખવામાં આવે છે.

ધ ફોરેનર્સ એક્ટ 1946નાં સેક્શન3(2) હેઠળ કેન્દ્ર સરકાર ભારતમાં ગેરકાયદે રહી રહેલા વિદેશી નાગરિકોને તેમનાં દેશમાં પાછા મોકલી શકે છે. 

1920માં પાસપોર્ટ એક્ટ હેઠળ ભારત સરકાર કોઈ પણ એવા વ્યક્તિને દેશમાંથી સીધા નિકાળી શકે છે જે કાયદેસર પાસપોર્ટ કે કાયદેસરના દસ્તાવેજો વગર દેશમાં ઘૂસ્યાં છે. વિદેશી નાગરિકોનાં મુદ્દે ભારત સરકારને આ સત્તા બંધારણનાં અનુચ્છેદ 258(1) અને અનુચ્છેદ 239 હેઠળ મળી છે. જેમાં તે વિદેશી નાગરિકની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી શકે છે. 

ભારતમાં ક્યાં અને કેટલાં ડિટેન્શન સેન્ટર છે?

હા, ભારતમાં ડિટેન્શન સેન્ટર છે. આસામમાં 2012માં ત્યાની કોંગ્રેસ સરકારે 3 જેલોની અંદર ડિટેન્શન સેન્ટર બનાવ્યાં હતાં. જે ડિટેન્શન સેન્ટર ગોલપાડા, કોકરાઝાર અને સિલચર જિલ્લાની જેલોની અંદર બનાવવામાં આવ્યાં છે. એ બાદ બીજા 3 ડિટેન્શન સેન્ટર તેજપુર, દિબ્રુગઢ અને જોરહાટ જિલ્લાની જેલોમાં બનાવવામાં આવ્યાં છે. આ તમામ 6 ડિટેન્શન સેન્ટરમાં કુલ 1 હજાર અપ્રવાસીઓને રાખી શકાય છે. જોકે આમાં રાખવામાં આવેલા લોકોની સંખ્યા નિયત સંખ્યા કરતાં ઘણી વધારે છે.

કેન્દ્ર સરકારે ધ ફોરેનર્સ એક્સ, 1946ના સેક્શન 3(2) અને ફોરેનર્સ ઓર્ડર, 1948નાં પેરેગ્રાફ 11(2) અંતર્ગત તમામ રાજ્યોને ડિટેન્શન સેન્ટર બનાવવનો અધિકાર આપવામાં આવ્યો છે. તે અંતર્ગત ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવ્યાં છે.

ડિટેન્શન સેન્ટર પર કેમ ચર્ચા થઈ રહી છે?

જ્યારે સમગ્ર દેશમાં એનઆરસી લાવવાની વાત થઈ છે, ત્યારથી ડિટેન્શન સેન્ટર પર ચર્ચાએ ગતિ પકડી છે. ઉલ્લેખનીય છે કે આસામમાં એનઆરસી અંતર્ગત 19 લાખ લોકોને ગેરકાયદેસર અપ્રવાસી જાહેર કર્યાં છે. આ લોકોમાંથી જે લોકો પોતાની નાગરિકતા સાબિત નહી કરી શકે તેમને ડિટેન્શન સેન્ટરમાં જ રાખવામાં આવશે. જો સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવી તો સમગ્ર દેશમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકોને આજ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે.

શું દેશમાં નવા ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવી રહ્યાં છે?

હા, સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર આસામનાં ગોલપારામાં એક નવું ડિટેન્શન સેન્ટર બની રહ્યું છે. આ ઉપરાંત બીજા કેટલાંક પ્રદેશોમાં પણ ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ ગત વર્ષ કેન્દ્ર સરકારે મોડલ ડિટેન્શન સેન્ટરનું મેન્યુઅલ તમામ પ્રદેશો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે જાહેર કર્યાં હતાં. જેનાં આધારે આ ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત સેન્ટરમાં સ્કિલ સેન્ટર, બાળકો માટે ક્રેચ અને પકડાયેવા વિદેશીયોને તેમનાં દૂતાવાસો તથા કૌંસુલેટ અથવા પરિવાર સાથે સંપર્ક કરવા માટે એક સેલ રહેશે. ડિટેન્શન સેંન્ટરમાં તમામ પ્રાથમિક સુવિધા, મેડિકલ સુવિધા વગેરે રહેશે.

આસામની જેલોમાં ક્યારે ડિટેન્શન સેન્ટર બન્યા?

આસામની જેલોમાં ડિટેન્શન સેન્ટર બનાવવાનો નિર્ણય 2009માં કોંગ્રેસ સરકારે લીધો હતો. તે સમયે કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી. પી. ચિદમ્બરમ ગૃહ મંત્રી હતા અને રાજ્યની કમાન તરુણ ગોગાઈનાં હાથમાં હતી.  તે સમયની સરકારે ઘૂસણખોરોની લિસ્ટને લઈને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ઘૂસણખોરો ગાયબ ન થઈ જાય તે માટે તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખ્યા હતા.

ડિટેન્શન સેન્ટર પર સુપ્રીમ કોર્ટનું વલણ શું હતું?

2012માં સુપ્રીમ કોર્ટે ભારતમાં ગેરકાયદે રહેતા પકડાયેલા વિદેશી નાગરિકો વિશે કહ્યું હતું કે જેમણે પોતાની સજા પુરી કરી દીધી છે. તેમને તરત જેલમાંથી મુક્ત કરી દો અને તેઓને એવી જગ્યાએ રાખો જેને ડિટેન્શન સેન્ટર અથવા બીજુ કોઈ નામ આપી દેજો, પણ આ જગ્યાઓ પર વીજળી પાણી અને સાફ સફાઈની સુવિધા હોવી જોઈએ. 

ત્યારે 2018માં સુપ્રીમ કોર્ટે પોતાનાં એક આદેશમાં કેન્દ્રનાં ગૃહવિભાગનાં એ નિર્દેશોને પણ ધ્યાનમાં લીધા જે નિર્દેશ 2014માં પ્રસારીત કરવામાં આવ્યો હતો. જેમાં ગૃહ વિભાગે તમામ રાજ્ય સરકારોને સલાહ આપી હતી કે તે ગેરકાયદેસર ઘૂસણખોરો અને તે વિદેશી નાગરિકોની ચહલપહલને નિયંત્રિત કરવા માટે બંદિ કેન્દ્રો બનાવે. જેમાં વિદેશી નાગરીકોને સજા પુરી થયા પછી પાછા મોકલવા સુધી રાખી શકાય.

શું ડિટેન્શન સેન્ટરને જેલ કહી શકાય? 

ડિટેન્શન સેન્ટરમાં જેલની સરખામણીએ વધારે સુવિધા ત્યાં રહેનારાઓને પુરી પાડવામાં આવે છે. જેલમાં આરોપીઓ અને ગુનેગારો રહે છે. જ્યારે કે ડિટેન્શન સેન્ટરમાં વિદેશી નાગરિકો જેઓએ ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી છે અથવા તેમની યોગ્ય દસ્તાવેજો નથી અથવા તો તેમની ભારતમાં રહેવાની સમયમર્યાદા પતી ગઈ હોવા છતાં વસવાટ કરી રહ્યાં છે તેમને રાખવામાં આવે છે. તેમને ત્યાં સુધી રાખવામાં આવે છે જ્યાં સુધી તેઓને પાછા ન મોકલવામાં આવે અથવા તેમને ભારતીય નાગરિક ન માનવામાં આવે.

ડિટેન્શન સેન્ટરમાં અત્યાર સુધી કેટલા લોકો છે?

2 જુલાઈ 2019એ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શશિ થરૂર વડે લોકસભામાં સવાલ પુછાયો હતો. જેનાં જવાબમાં કેન્દ્રીય ગૃહ વિભાગમાં ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે આસામમાં અત્યારે કુલ 6 ડિટેન્શન સેન્ટર છે. જેમાં આ સેન્ટરમાં 25 જૂન 2019 સુધી કુલ 1133 લોકોને રાખવામાં આવ્યા છે. જેમાં 769 લોકો છેલ્લા 3 વર્ષોથી રહી રહ્યાં છે.
આ પહેલા ઓગસ્ટ 2016માં ગૃહ વિભાગે લોકસભામાં એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જે મુજબ 3 ઓગસ્ટ 2016 સુધી આ ડિટેન્શન સેન્ટરમાં કુલ 28 બાળકોને રાખવામાં આવ્યા હતાં. આ ઉપરાંત મંત્રાલયનાં આંકડા મુજબ 2016થી લઈ 13 ઓક્ટોબર 2019 સુધી કુલ 28 કેદીઓનું મોત નિપજ્યું હતું.

Source : http://loksabhaph.nic.in/Questions/QResult15.aspx?qref=1909&lsno=17

 

સંકળાયેલા મુદ્દાઓ

CAA Detention Centre NPR NRC Shashi Tharoor આસામ ડિટેન્શન સેન્ટર નાગરિકતા સંશોધન કાયદો નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રેશન નેશનલ રજિસ્ટ્રેશન ઓફ સિટિઝન્સ શશિ થરૂર CAA NRC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ