બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / all vaccination centers in the state will be closed today

ખાસ વાંચો / વેક્સિન લેવા જવાનો વિચાર કરતા હોય તો આજે માંડી જ વાળજો, ધક્કો થશે, જાણો કારણ

Kavan

Last Updated: 10:16 AM, 14 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વેક્સિનેશનને લઈને મોટા સમાચાર આવ્યા છે રાજ્યમાં આજે વેક્સિનેશનની પ્રક્રિયા બંધ રહેશે, વેક્સિન સેન્ટર બંધ રહેતા આજે રાજ્યભરમાં કોઈ પણ વ્યક્તિ નહીં લઈ શકે વેક્સિન.

  •  આજે રાજ્યભરમાં નહી થાય રસીકરણની કામગીરી 
  • મમતા દિવસને કારણે રસીકરણની કામગીરી બંધ 
  • મેડિકલ સ્ટાફ મમતા દિવસમાં રોકાયો હોવાથી નહી આપે રસી

ગુજરાતમાં વેક્સિનેશનને લઈને મોટા સમાચાર આવ્યા છે રાજ્યમાં આજે વેક્સિનેશનની પ્રક્રિયા બંધ રહેશે. બુધવારે મમતા દિવસ હોવાથી સરકારે આ દિવસ પૂરતું વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે. 

રાજ્યમાં તમામ વેક્સિન સેન્ટર રહેશે બંધ

રાજ્યમાં કોરોના સંક્રમણમાં હવે ઘટાડો નોંધાયો છે અને વેક્સિન અંગે લોકોમાં જાગૃતિ આવતા લોકો હવે વેક્સિન કેન્દ્રો પર વેક્સિન લેવા માટે પણ જઈ રહ્યા છે ત્યારે વેક્સિનેશન પ્રક્રિયા આજના દિવસ પૂરતી બંધ રાખવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આજે મમતા દિવસ હોવાથી બંધ રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.  મમતા દિવસને લઈને રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ તથા મેડિકલ સ્ટાફ મમતા દિવસની કામગીરીમાં રોકાયેલો હોવાથી રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. 

મમતા દિવસ હોવાને લઇ વેક્સિનેશન નહીં થાય

મહત્વનું છે રાજ્યમાં અગાઉ વેક્સિનેશનની અછત સર્જાતા દર બુધવારે વેક્સિન પ્રક્રિયા બંધ રાખવામાં આવતી હતી પરતું વેક્સિનેશ અભિયાન શરૂ કરવામાં આવતા અઠવાડિયાના બધા દિવસ વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ધીમે ધીમે કોરોના કેસની સંખ્યા કાબૂમાં આવી રહી છે પરતું હજું પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો બોલાઈ રહ્યો છે ત્યારે તમામ લોકો વેક્સિન કરાવે તે જરૂરી છે ત્યારે હવે આવતી કાલે વેક્સિન સેન્ટરો પર વેક્સિન બંધ રખાતા વેક્સિન લેનાર લોકો મુંજવણમાં મુકાયા છે, જેમને બીજો ડોઝ લેવાનો છે તેઓ હવે ગુરુવારે વેક્સિન લેવી પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Vaccination Center gujarat કોરોના વાયરસ વેક્સિન વેક્સિન સેન્ટર vaccination centers closed
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ