બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / Akshay Kumar breaks the mold of back to back flop films

બોલિવુડ / 'સફળતા મળે કે ના મળે પરંતુ...', બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો પર અક્ષય કુમારે તોડ્યું મૌન, આપી દીધું મોટું નિવેદન

Priyakant

Last Updated: 11:40 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bade Miyan Chote Miyan Latest News: 'બડે મિયાં છોટે મિયાં' નું ટ્રેલર લોન્ચ, ઇવેન્ટમાં અક્ષય કુમારે પોતાના કરિયર અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, મને સફળતા મળે કે ના મળે, હું હંમેશા આ જ રીતે કામ કરતો રહીશ

Bade Miyan Chote Miyan  : એક સમયે હીટ ફિલ્મોના ખિલાડી કહેવામાં આવતા અક્ષય કુમારે છેલ્લા કેટલાક વર્ષોમાં બોક્સ ઓફીસ પર ફ્લોપ ફિલ્મોની લાઈન લગાડી છે, તેમની અનેક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન નથી કર્યું જેટલું પોતાની જાતને તથા મેકર્સને આશા હતી. જો કે 'OMG-2' ને પ્રેક્ષકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. જોકે હાલમાં તેમની આવનારી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' ને લઈને તેઓ ખૂબ ચર્ચામાં છે. ત્યારે હાલમાં જ ટ્રેલરનાં લોન્ચ પર અક્ષય કુમારે બોક્સ ઓફિસ પર સેલ્ફી અને મિશન રાનીગંજ સહીતની ફિલ્મો પર પ્રેક્ષકો તરફથી મળેલી પ્રતિક્રિયા પર વાત કરી હતી.

અક્ષય પોતાની ફિલ્મો સફળ થાય તેની ખાતરી કરવા માટે પોતાનું 100 ટકા યોગદાન આપી રહ્યો છે, જો કે, બોક્સ ઓફિસ પરનું નસીબ તેના હાથમાં નથી. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અક્ષયે કહ્યું હતું કે, “અમે દરેક પ્રકારની ફિલ્મની સફળતા માટે પ્રયાસ કરતા રહીએ છીએ. હું એક પ્રકારનાં જોનર સુધી મર્યાદિત નથી. હું એક જોનરમાંથી બીજી જોનરમાં જમ્પ કરતો રહું છું, ભલે પછી મને સફળતા મળે કે ના મળે, મેં હંમેશા આ રીતે કામ કર્યું છે અને હું કરતો રહીશ. કંઈક એવું કે જે સામાજિક હોય, કંઇક સારું હોય, કંઇક કોમેડી હોય અને કંઈક એક્શનમાં હોય."

અક્ષયે આગળ કહ્યું કે "હું હમેશા અલગ અલગ પ્રકારના કામ કરતો રહીશ. હું એટલે આ પ્રકારની વસ્તુ પર નહીં ટકી રહું. લોકો કહે છે કે સર આજકાલ તો કોમેડી અને એક્શન જ ચાલે છે. એનો મતલબ એ નથી કે હું ખાલી એક્શન જ કરું. એક પ્રકારના કામ કરવાથી હું પોતે કંટાળી જવું છું. ભલે તે પછી ટોયલેટ: એક પ્રેમ કથા હોય કે પછી એરલિફ્ટ, રુસ્તમ કે પછી મેં જે પણ ફિલ્મ કરી એ હોય. ક્યારેક સફળતા મળે છે તો ક્યારેક નથી મળતી".

આ પછી અક્ષય કુમારે તે સમયને યાદ કર્યો જ્યારે તેમની 16 ફિલ્મો સતત ફ્લોપ થઇ હતી. તેમણે કહ્યું કે "એવું નથી કે મે આ સમય પહેલા નથી જોયો, એક સમય હતો કે જ્યારે મારા કરિયરની 16 ફિલ્મો સતત ફ્લોપ હતી પણ હું ત્યાં જ ઉભો રહ્યો અને કામ કરતો ગયો અને આગળ પણ કરીશ. આ ફિલ્મ આ વર્ષની એવી ફિલ્મ છે જેના માટે અમે બધાએ ખૂબ જ મહેનત કરી છે અને હવે અમે પરિણામ જોવા જઈ રહ્યા છીએ. અમને આશા છે કે આ ફિલ્મ અમારા બધા માટે સારા નસીબ લઈને આવશે"

વધુ વાંચો: 'ફિલ્મનું ટ્રેલર ખૂબ પસંદ પડ્યું પરંતુ રેકોર્ડ...', બડે મિયાં છોટે મિયાંને લઇ સલમાન ખાને આ શું કહ્યું

જણાવી દઇએ કે, તાજેતરમાં જ ટ્રેલર રિલીઝ થયેલ ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' કે જે 10 એપ્રિલ 2024ના રોજ ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેમાં તેઓ પોતે અને ટાઇગર શ્રોફ દમદાર એક્શન કરતા નજરે પડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ