ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / akshar patel can take the place of ravindra jadeja says yuzvendra chahal

ક્રિકેટ / ટી20 વર્લ્ડ કપમાં રવીન્દ્ર જાડેજાની ખોટ નહીં વર્તાવા દે આ દમદાર ગુજરાતી ખેલાડી, યુઝવેન્દ્ર ચહલે કર્યા ભરપેટ વખાણ

Published By: Jaydeep Shah

Last Updated: 09:21 AM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવીન્દ્ર જાડેજા ઈજાગ્રત હોવાને કારણે ટી20 વર્લ્ડ કપમાં ટીમનો ભાગ નથી, ત્યારે યુઝવેન્દ્ર ચહલે કહ્યું છે કે અક્ષર પટેલ રવીન્દ્ર જાડેજાની ખોટ પૂરી કરી શકે છે.

ADVERTISEMENT

  • રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત હોવાને કારણે ટી૨૦ વર્લ્ડ કપમાં નહીં રમે 
  • ચહલે કહ્યું કે અક્ષર પટેલ, જાડેજાની અછત પૂરી કરી શકે છે 
  • હાલમાં શાનદાર ફોર્મમાં છે અક્ષર પટેલ 

 

ટી૨૦ વર્લ્ડ કપ 2022માં ભાગ લેવા માટે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલીયા પહોંચી ગઈ છે, પણ જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થવાને કારણે ઓસ્ટ્રેલીયા ગયા નથી, પણ હવે ભારતીય સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ખુલાસો કર્યો છે કે ટીમ ઇન્ડિયાનો એક સ્ટાર રવીન્દ્ર જાડેજાની અછત પૂરી કરી શકે છે. 

યુઝવેન્દ્ર ચહલનું નિવેદન 
યુઝવેન્દ્ર ચહલે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે રવીન્દ્ર જાડેજા એક વિશ્વ સ્તરીય બોલર છે અને બેટિંગ પણ શાનદાર કરે છે. ઈજા તો થતી રહે છે, પણ અક્ષર પટેલ જે પ્રકારે બોલિંગ કરી રહ્યા છે, તેનાથી એક વિકલ્પ મળે છે. જાડેજાની જગ્યા તો કોઈ ના લઇ શકે, પણ અક્ષરે બતાવ્યું  છે કે તેઓ કરી શકે છે. 

શાનદાર ફોર્મમાં છે અક્ષર પટેલ 
અક્ષર પટેલ ખૂબ જ શાનદાર ફોર્મમાં છે. તેમણે પોતાના દમ પર ટીમ ઇન્ડિયાને મેચ જીતાડી છે. ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રિકા સામે તેઓ મેચ વિનર તરીકે સામે આવ્યા છે. તેમની પાસે કળા છે કે તેઓ કોઈપણ બેટ્સમેનના પરસેવા છોડાવી શકે છે. બોલિંગની સાથે- સાથે તેઓ  નીચલા ક્રમ પર બેટિંગ પણ કરી શકે છે. 

અક્ષર પટેલ રમી ચુક્યા છે ભારત માટે ત્રણેય ફોર્મેટ 

અક્ષર પટેલે ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટ રમ્યા છે. ટી૨૦ ક્રિકેટમાં તેમની ચાર ઓવર હાર - જીતનો નિર્ણય કરે છે અને તેઓ વિકેટ તો લે જ છે પણ રન પણ સરળતાથી આપતા નથી. તેમણે ભારત માટે 6 ટેસ્ટ મેચમાં ૩૯ વિકેટ, ૪૪ વન ડે મેચમાં ૫૩ વિકેટ અને 32 ટી૨૦ મેચમાં ૩૧ વિકેટ પોતાને નામ કરી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Akshar patel Ravindra Jadeja Yuzvendra Chahal અક્ષર પટેલ ટી20 વર્લ્ડ કપ 2022 ICC T20 World Cup 2022

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ