Team VTV09:43 AM, 18 Jan 22
| Updated: 10:52 AM, 18 Jan 22
એક ફાર્મા રિપોર્ટ અનુસાર ગત 2 વર્ષમાં લોકોને એવા 500 કરોડ રુપિયાની દવાઓનું સેવન પણ કરાવ્યું. જેમાંથી કેટલીક દવાઓની આડ અસર પણ જોવા મળી.
ગત 2 વર્ષમાં લોકોને એવા 500 કરોડ રુપિયાની દવાઓનું સેવન પણ કરાવ્યું
કેટલીક દવાઓના દુષ્પ્રભાવથી બ્લેક ફંગસની લહેર આવી
હવે ફક્ત સાક્ષ્ય આધારિત દવાઓ પર ભાર
ગત 2 વર્ષમાં લોકોને એવા 500 કરોડ રુપિયાની દવાઓનું સેવન પણ કરાવ્યું
જે દવાઓને કોરોના ઉપચારમાં સફળ માનવામાં આવી રહ્યા હતા અને તેમણે કોરોના પ્રોટોકોલમાં સામેલ પણ કરવામાં આવી. તેમાંથી કોઈ પણ અસરદાર નહોતા. એક ફાર્મા રિપોર્ટ અનુસાર ગત 2 વર્ષમાં લોકોને એવા 500 કરોડ રુપિયાની દવાઓનું સેવન પણ કરાવ્યું. જ્યારે આમાંથી કેટલીક દવાઓના દુષ્પ્રભાવ બ્લેક ફંગસના રુપમાં સમગ્ર દેશે જોયો.
દવાઓ હોસ્પિટલમાં દાખલ રોગીઓ પર અસરદાર નથી પણ...
દેશભરના એક્સીલેન્સ સેન્ટરને કોરોનાની સારવાર અંગે જાણકારી આપતા એમ્સના ડો. અચલ કુમારે મંગળવારે કહ્યું કે બે વર્ષોમાં ન ફક્ત કોરોનાના દર્દી બલ્કે સંક્રમણથી બચવા માટે લોકોએ 2ડીજી, ફેવિપિરાવિર, આઈવરમેક્ટિન અને એચસીક્યૂ જેવી દવાઓનો ઉપયોગ કર્યો છે. આ દવાઓ કોરોનાના માઈલ્ડ અથવા ફરી હોસ્પિટલમાં દાખલ રોગીઓ પર અસરદાર નથી.
એમ્સે આ દવાઓથી દુર રહેવાની અપીલ કરી
નવી દિલ્હી સ્થિત એમ્સનું માનવું છે કે આ દવાઓના દેશમાં ખૂબ પ્રચાર થયો. ઓછી વૈજ્ઞાનિક સાક્ષ્ય વાળી દવાઓએ કરોડો રુપિયાનો કારોબાર કર્યો. પરંતુ હવે એમ્સે આગળ આવીને આ દવાઓ પર સવાલ ઉઠાવતા તેનાથી અંતર રાખવાની સલાહ આપી છે. દેશના બીજા ડોક્ટરોને પણ અપીલ કરતા એમ્સે આ દવાઓથી દુર રહેવાની અપીલ કરી છે.
હવે ફક્ત સાક્ષ્ય આધારિત દવાઓ પર ભાર
પહલી લહેરમાં એચસીક્યૂ દવાને કોરોના પ્રોટોકોલમાં જોડાવામાં આવી હતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આનું સેવન કર્યુ હતુ.
આઈવરમેક્ટિન- ફેવિપિરાવિરને પ્રોટોકોલની સાથે જોડી દેવામાં આવી હતી. આની આડ અસર બીજી લહેરમાં જોવા મળી હતી.
2ડીજીના હવે પુરાવા નથી
2ડીજી દવા રક્ષામંત્રી રાજનાથ સિંહે લોન્ચ કરી હતી અને તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આને મોટી સફળતા ગણાવી હતી. પરંતુ એમ્સ ડિરેક્ટરે કહ્યું કે 2ડીજી દવાને લઈને સાવ નાનું અધ્યયન થયું હતુ. કેટલાક દર્દીમાં અસર જોવા મળી પણ ગંભીર દર્દીઓમાં કોઈ અધ્યયન થયું નથી. પરંતુ આને એક પ્રકારે દૈનિક ચિકિત્સીય અભ્યાસમાં સામેલ ન કરી શકાય.
હજું સુધી કોઈ એન્ટીવાયરલ ઓરલ દવા નથી આવી
હજું કોઈ એન્ટીવાયરલ ઓરલ દવા નથી આવી. ફેવિપિરાવિરને લઈને કેટલાક અધ્યયન સામે આવ્યા હતા. પરંતુ દર્દી પર અમને કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. - ડો. રણદીપ ગુલેરિયા, એમ્સ ડિરેક્ટર