બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / AIIMS doctors perform successful rare procedure on grape size heart of fetus in 90 seconds

હેલ્થ / ચમત્કાર ! ડોક્ટરોએ ગર્ભમાં બાળકના દ્રાક્ષ જેટલા હાર્ટને 90 સેકન્ડમાં ધબકતું કર્યું, જીવ બચાવ્યો, કેવી રીતે કર્યું હશે

Hiralal

Last Updated: 09:54 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી એમ્સના ડોક્ટરોએ ફક્ત 90 સેકન્ડમાં એક ગર્ભસ્થ બાળકના હાર્ટનું સફળ ઓપરેશન કરીને તેનો જીવ બચાવી લીધો હતો.

  • દિલ્હી એમ્સના ડોક્ટરોએ પાર પાડ્યું અઘરુ ઓપરેશન
  • 90 સેકન્ડમાં ગર્ભસ્થ બાળકના હાર્ટને ધબકતું કરી દીધું
  • બાળકનો જીવ બચાવી લીધો 

ડોક્ટરો તેમનાથી બનતા બધા પ્રયાસો કરીને દર્દીઓના જીવ બચાવી લેતા હોય છે અને ગમે તેવું અઘરુ ઓપરેશન પાર પાડીને પણ ચોંકાવી મૂકતા હોય છે. દિલ્હી એમ્સના ડોક્ટરોએ પણ ગર્ભમાં મરવાને આરે આવી ગયેલા બાળકના હાર્ટને સુધારીને તેનો જીવ બચાવી લીધો હતો અને એક અશક્ય લાગતું ઓપરેશન પાર પાડીને પોતાની શક્તિનો પરિચય આપી દીધો છે. 

ગર્ભસ્થ શિશુના દ્રાક્ષ જેટલા નાના હાર્ટમાં બલૂન દ્વારા ઓપરેશન 
એઈમ્સ દિલ્હીના ગાયનેક વિભાગના ડોક્ટરોએ એક ગર્ભસ્થ શિશુના દ્રાક્ષ જેટલા નાના હાર્ટમાં બલૂન દ્વારા તેના વાલ્વ ખોલીને ચાલુ કરી દીધા હતા જેને કારણે બાળકનું હાર્ટ ધબકવા લાગ્યું અને તેનો જીવ બચી ગયો. 

ગર્ભમાં વિકસી રહેલા બાળકના હાર્ટમાં ખામી હતી 
દિલ્હી એમ્સમાં 28 વર્ષીય ગર્ભવતી મહિલાને દાખલ કરવામાં આવી હતી. આ મહિલાને અગાઉ 3 વાર કસૂવાવડ થઈ હતી અને આથી આ વખતે તેઓ કોઈ પણ ભોગે બાળકને બચાવી લેવા માગતા હતા. ડોક્ટરોએ માતાને બાળકના નબળા હૃદયને જાણ કરી દીધી અને બચવાના ચાન્સ પણ ઓછા હતા પરંતુ માતાએ બાળકનો જીવ બચાવી લેવાની વાત કરતાં ડોક્ટરોએ ભગવાન પર ભરોસો રાખીને ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. 

કેવી રીતે પાર પાડ્યું અઘરુ ઓપરેશન
સૌથી પહેલા તો ડોક્ટરોએ ગર્ભવતી માતાની પેટની ઉપર સોય વડે એક હોલ પાડ્યો હતો અને તેના દ્વારા ગર્ભસ્થ શિશુના દ્રાક્ષ જેટલા નાના હાર્ટના વાલ્વને પહોળા કરવા લાગ્યાં હતા જેથી કરીને લોહીનો પ્રવાહ વહે અને હાર્ટ ધબકતું થાય થોડા સમયના પ્રયાસમાં બાળકનું હાર્ટ ધબકવા લાગ્યું હતું. નવાઈની વાત એ છે કે ડોક્ટરોએ ફક્ત 90 સેકન્ડમાં આ આખું ઓપરેશન પાર પાડીને હાર્ટને ધબકતું કરી દીધું હતું. 

90 સેકન્ડમાં ગર્ભસ્થ શિશુના દ્રાક્ષ જેટલા નાના હાર્ટને ધબકતું કરી દીધું 
ડોક્ટરે કહ્યું કે આવી પ્રક્રિયામાં ગર્ભના જીવનું જોખમ હોઈ શકે છે અને તે ખૂબ કાળજી સાથે કરવું પડે છે. આવી પ્રક્રિયા ખૂબ જ પડકારજનક છે કારણ કે તે ગર્ભના જીવનને પણ જોખમમાં મૂકી શકે છે, જેમાં પણ તે ખૂબ જ ચોક્કસ છે. બધું અલ્ટ્રાસાઉન્ડ માર્ગદર્શન હેઠળ કરવું પડશે. સામાન્ય રીતે એન્જિયોગ્રાફી હેઠળ આપણે જે પણ પ્રક્રિયાઓ કરીએ છીએ, તે આમાં કરી શકાતી નથી. અને તે ખૂબ જ ઝડપથી કરવું પડશે કારણ કે તમે મુખ્ય હાર્ટ ચેમ્બરને પંચર કરવા જઇ રહ્યા છો. તેથી જો કંઇક ખોટું થાય છે, તો બાળક મરી જશે. તે ખૂબ જ ઝડપી હોવું જોઈએ, તેમણે કહ્યું કે અમે ફક્ત 90 સેકન્ડની અંદર ઓપરેશન પાર પાડી દીધું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

AIIMS doctors OMG successful rare procedure OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ