ગાંધીનગર /
કલાકારો બાદ 25 ડૉક્ટર પણ ભાજપમાં જોડાયા, કમલમ્ ખાતે કેસરિયો ધારણ કર્યો
Team VTV05:45 PM, 13 Aug 19
| Updated: 11:54 PM, 13 Aug 19
કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ખાસ ઉપસ્થિતિમાં ગુજરાતના અનેક નામી-અનામી કલાકારોએ ભાજપમાં સભ્યપદ પ્રાપ્ત કર્યું હતું. પક્ષના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી તથા પ્રવક્તા ભરત પંડ્યાએ તમામ કલાકારોને ભાજપને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. ત્યારે હવે કલાકારો બાદ ડૉક્ટર્સ પણ ભાજપમાં જોડાયા હતા.
અમદાવાદના 25 જેટલા ડૉક્ટર ભાજપમાં જોડાયા છે. કમલમ્ ખાતે કેસરિયો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતાં. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતાં. તો આ દરમિયાન અનેક ભાજપના નેતા હાજર રહ્યા હતા અને ડૉક્ટર્સને ભાજપમાં આવકાર્યા હતા.
આ દરમિયાન વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપનું સદસ્યતા અભિયાન સમગ્ર દેશમાં ચાલુ છે. ગુજરાતમાં અનેક સમૂહ ભાજપમાં જોડાઇ રહ્યાં છે. ભાજપમાં અગાઉ ગુજરાતી કલાકારો પણ જોડાઇ ચુક્યા છે.
ક્યા તબીબો ભાજપમાં જોડાયા ?
ડૉ. અનિલ જૈન
ડૉ. સુધિર શાહ
ડૉ. નાગપાલ
ડૉ. સપન પંડ્યા
ડૉ. હેમંત પટેલ
ડૉ. ભરત પટેલ
ડૉ. રક્ષિત પટેલ
ડૉ. જગદીપ શાહ
ડૉ. બિપીન પટેલ
ડૉ. કરણવ પંચાલ
ડૉ. તેજસ પટેલ
ડૉ. ભાવેશ ઠક્કર
ડૉ. મનદીપ શાહ
ડૉ. નિરવ શાહ
ડૉ. દીપેશ ધોળકિયા
ડૉ. હસમુખ અગ્રવાલ
ડૉ. આશિષ શેઠ
ડૉ. વિવેક આર્ય
ડૉ. દેવધર
ડૉ. રાજુ શાહ
ડૉ. અરવિંદ ગોસાઈ
ડૉ. સૌરીન ઉપાધ્યાય
ડૉ. ગોપાલ શાહ
ડૉ. નિરજ વસાવડા
મહત્વનું છે કે પદ્મશ્રીથી નવાજેલા ડૉક્ટર સુધીર શાહ અને ડૉક્ટર તેજસ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં હાસ્ય કલાકાર સુખદેવ ધમેલિયા, ઘનશ્યામ લાખાણી અને અલ્પેશ પટેલ, હિતેશ અટળા, દેવાંગી પટેલ, કિરણ ગજેરા, સંજય ધામલિયા અને સંજય સોજીત્રાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તે પહેલા ચાર બંગડી ફ્રેમ સિંગર કિંજલ દવે, ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા, સૌરભરાજ્યગુરૂ સહિત અનેક લોક કલાકારો ભાજપમાં જોડાયા હતા.