Ahmedabadis no longer have to stand on traffic signals in the afternoon
ટ્રાફિક સિગ્નલ બંધ /
અમદાવાદીઓએ હવે બપોરે ટ્રાફિક સિગ્નલ પર ઉભા નહીં રહેવું પડે : શહેર પોલીસ લેશે રાહત આપતો નિર્ણય
Team VTV09:41 PM, 06 May 22
| Updated: 09:49 PM, 06 May 22
અદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરજનો માટે રાહત આપતો નિર્ણય લેવામાં આવશે. બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાને લઈને અભિપ્રાય મેળવ્યા છે. ટૂંક સમયમાં જાહેરાત કરાશે.
કાળઝાળ ગરમીમા વાહન ચાલકોને રાહત
ટુંક સમયમા સિગ્નલ બંધ રાખવાનો નિર્ણેય લેવાશે
ગરમીને પગલે ટ્રાફિક પોલીસ લેશે નિર્ણય
અમદવાદમાં હવે તડકામા વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનુ પાલન કરવામાથી છુટકારો આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.ગરમીમા રાહત સમાન આ નિર્ણય એવો છે કે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે જેને લઈને વાહનચાલકોને હવે તડકે શેકાવું નહી પડે. અને વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનુ પાલન કરવામા મુકતિ મળશે.
વાહનચાલકોને તડકામાં ઊભું રહેવું મુશ્કેલ
અદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરજનો માટે રાહત આપતો નિર્ણય લેવાની છે. પોલીસ અધિકારીઓના અભિપ્રાય બાદ બપોરના સમયગાળા દરમિયાન સિગ્નલ બંધ રાખવામાં આવશે. હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળાએ આકરૂ રૂપ ધારણ કર્યું છે.ઉનાળો ચરમસીમાએ હોવાથી બપોર 1 વાગ્યા પછી ગરમીનુ પ્રમાણ અત્યંત વધી રહ્યું છે.આથી વાહન ચાલકોને તડકામા સિગ્નલ પર ઊભા રહેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ આકરા તાપમાં લૂ લાગવી, હીટ વેવની અસરના કારણે સ્વાસ્થ્ય પર પ્રતિકુળ અસર થઈ શકે છે.જેથી ટ્રાફિક પોલીસે બપોરના સમયમા સિ્ગનલ બંધ રાખવાને લઈને અભિપ્રાય મેળવ્યા છે. અને અભિપ્રાય બાદ ટુંક સમયમા સિગ્નલ બંધ રાખવાનો નિર્ણેય લેવામા આવશે.તેમ પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. ટ્રાફિક નિયમનની કડક અમલવારીની વચ્ચે ટ્રાફિક પોલીસે માનવતાભર્યો નિર્ણેય લેતા શહેરીજનો આવકારી રહ્યા છે.
સત્તાવાર જાહેરાત બાદ અમલીકરણ કરાશે
અમદાવાદ ટ્રાફિક પોલીસના સિગ્નલ બંધ રાખવાના નિર્ણેયથી કાળ ઝાળ ગરમીમા રાહદારીઓને આંશિક રાહત મળશે. ટ્રાફિકના મોટા જંકશનો પર બપોરે સિંગનલ બંધ રહેશે, જેથી તડકામાં સિગ્નલ પર ઉભુના રહેવું પડે તે માટે માનવતા દાખવીને પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. મહત્વનુ છે કે ઉનાળામાં રસ્તે જતા વાહન ચાલકો ડીહાઇડ્રેશનને કારણે પડી જવાના કિસ્સાઓમાં સામે આવતા આ નિર્ણય લેવાની વિચારણ કરવામા આવી હતી. હવે આગામી સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરાયા બાદ અમલીકરણ કરવામાં આવશે.