બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ahmedabad poor family's two sons success in 10th board result

સફળતા / અમદાવાદમાં કચરો વીણીને ગુજરાન ચલાવનારના બે સંતાનો ધો.10માં ઝળકી ઉઠ્યાં, ઘરમાં લાઇટની પણ નથી સુવિધા

Dhruv

Last Updated: 03:39 PM, 6 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 10ના પરિણામમાં અમદાવાદમાં ઝુંપડપટ્ટીમાં રહેતા બે ભાઇઓએ તેજસ્વી પરિણામ હાંસલ કરી પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે.

  • ધો.10ના પરિણામમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોએ ડંકો વગાડ્યો
  • એક ભાઈએ 90 ટકા તો બીજાએ 78 ટકા પરિણામ મેળવ્યું
  • માતા-પિતા રોડ પર મળેલો કચરો વીણીને ગુજરાન ચલાવે છે

આજ રોજ ધોરણ 10ના 9.70 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં ઘણા ગરીબ અને મધ્યમ પરિવારના તેજસ્વી તારલાઓ ઝળકી ઉઠ્યાં છે. ત્યારે કહેવાય છે ને કે 'કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી.' ત્યારે આવું જ કંઇક અમદાવાદ સાબરમતીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોએ કરી બતાવ્યું છે. અમદાવાદના સાબરમતીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા બે ભાઈઓએ તેજસ્વી પરિણામ મેળવીને પોતાના પરિવારમાં પોતાનું અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે. જેમાં એક ભાઈએ 90 ટકા તો બીજાએ 78 ટકા પરિણામ મેળવ્યું છે.

માતા-પિતા રોડ પર મળેલો કચરો વીણીને ગુજરાન ચલાવે છે

આ બંને ભાઇઓમાં ભૂપત પરમાર અને રાજુ પરમારની મહેનત રંગ લાવી છે. તમને કદાચ જાણીને નવાઇ લાગશે કે તેમના માતા-પિતા રોડ પર પડેલો કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ બંને ભાઇઓમાં ભૂપતને ડૉકટર બનવું છે જ્યારે રાજુ એન્જિનિયર બનવા માંગે છે. આ બંને ભાઇઓએ NGOના માર્ગદર્શનથી આ સિદ્ધિ હાંસલ કરી છે.

રાત્રે લાઈટ ન હોવાથી અમે દિવસે ભણવા મજબૂર હતા: ભૂપત પરમાર

પોતાની સફળતા અંગે ભૂપત પરમારનું કહેવું છે કે, 'અમે દિવસમાં જ્યાં સુધી અજવાળુ રહેતું ત્યાં સુધી અભ્યાસ કરી લેતા. કારણ કે રાત્રે લાઈટ ન હોવાથી અમે ભણી ન હોતા શકતા.'

ધોરણ 10નું 65.18 ટકા પરિણામ: 75.64 ટકા પરિણામ સાથે સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ

ઉલ્લેખનીય છે કે, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલા ધોરણ 10ની પરીક્ષાનું આજે 65.18 ટકા પરિણામ જાહેર થઇ ગયું છે. જેને બોર્ડની વેબસાઈટ gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકે છે.  આ પરિણામમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે 9.70 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12 હજાર 90 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, જ્યારે 52 હજાર 992 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. 93 હજાર 602 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ અને 1 લાખ 30 હજાર 97 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો છે. ઉપરાંત 1 લાખ 37 હજાર 657 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સાથે આ વર્ષે રાજ્યની 292 શાળામાં 100 ટકા પરિણામ આવ્યું છે.

વિદ્યાર્થીઓ GSEB.ORG વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC Results )

સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB SSC Result 2022 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

આ વખતે સમગ્ર રાજ્યમાં ધોરણ-10નું 65.18% પરિણામ

ચાલુ વર્ષે 9.70 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું આજે gseb.org પર પરિણામ મૂકાયું છે.જેમાં 12,090 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 52,992 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 93,602 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 1,30,097 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ, 1,37,657 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ મેળવ્યો છે.

જિલ્લા વાર પરિણામ

અમદાવાદ જિલ્લાનું 63.98% પરિણામ
ગાંધીનગર જિલ્લાનું 65.83% પરિણામ
જૂનાગઢ જિલ્લાનું 66.25% પરિણામ
વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ
રાજકોટ જિલ્લાનું 72.86% પરિણામ
જામનગર જિલ્લાનું 69.68% પરિણામ
સુરત જિલ્લાનું સૌથી વધારે 75.64% પરિણામ
પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% પરિણામ
રાજ્યમાં 100% પરિણામ ધરાવતી 292 શાળા
સ્ટાન્ડર્ડ ગણિતનું 92.63 ટકા પરિણામ
બેઝિક ગણિતનું 69.53 ટકા પરિણામ
ગુજરાતી ભાષાનું 82.15 ટકા પરિણામ
અંગ્રેજી પ્રથમ ભાષાનું 94.73 ટકા
જ્યારે અન્ય ભાષાનું 80.30 ટકા પરિણામ
121 સ્કૂલનું શૂન્ય ટકા પરિણામ
30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 1,007 શાળાઓ

જાણો કેટલાં વિદ્યાર્થીઓને કેટલાં પર્સન્ટાઈલ રેન્ક?

7521 વિદ્યાર્થીઓને 99 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
15043 વિદ્યાર્થીઓને 98 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
23346 વિદ્યાર્થીઓને 97 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
31300 વિદ્યાર્થીઓને 96 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
38497 વિદ્યાર્થીઓને 95 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક

સંકળાયેલા મુદ્દાઓ

10th Result 2022 10th board result Ahmedabad news Gujarat education board ધોરણ 10 પરિણામ 10th result 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ