બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad municipal corporation has a debt of Rs 550 crores

અમદાવાદ / વિકાસની મસમોટી વાતો વચ્ચે AMCને રૂ. 550 કરોડનું મસમોટુ દેવું, લોન લેવા ગ્રીન બોન્ડ બહાર પાડ્યા

Dhruv

Last Updated: 01:07 PM, 7 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC દેવાદાર બની ચૂક્યું છે ત્યારે હવે વિકાસના કામો કરવા પણ લોન લેશે જે માટે AMCએ ગ્રીન બોન્ડ બહાર પાડ્યા છે. હવે મનપાની સ્થિતિ આવક કરતા જાવક વધારે તેવી થઇ ગઇ છે.

  • વિકાસની મસમોટી વાતો વચ્ચે AMC બન્યું દેવાદાર
  • AMCએ લોન લેવા માટે ગ્રીન બોન્ડ બહાર પાડ્યા
  • AMCનું બજેટ રાજ્યની તમામ મહાપાલિકામાં સૌથી વધુ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જેનું બજેટ રાજ્યની તમામ મહાનગરપાલિકામાં સૌથી વધુ હોય છે. પરંતુ બજેટ વધુ હોવા છતાં અમદાવાદ કોર્પોરેશન દેવાદાર બન્યું છે. વિકાસની મસમોટી વાતો વચ્ચે AMC દેવાદાર બન્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. AMC પર હાલમાં રૂ.550 કરોડનું મસમોટુ દેવું થઇ ગયું છે. આથી, AMC હવે વિકાસ કરવા માટે લોન લેશે. AMC GSFA પાસેથી વધુ 350 કરોડની લોન લેશે.

AMCએ લોન લેવા માટે ગ્રીન બોન્ડ બહાર પાડ્યા

AMCએ લોન લેવા માટે ગ્રીન બોન્ડ બહાર પાડ્યા છે. સરકાર પાસે 50 ટકા સહાયતા માટે ગ્રીન બોન્ડ બહાર પાડશે. ગ્રીન પ્રોજેક્ટના ગ્રીન બોન્ડ પેટે 459 કરોડનો DPR મંજૂર થયો છે. જેમાં ગ્રીન હાઉસિંગ, વોટર રિસાયક્લિંગ અને ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટના કામો થશે. AMCમાં રૂપિયા 250 કરોડના બિલો હાલ પેન્ડિંગ છે. AMCએ રૂ.72 કરોડ રાજ્ય સરકાર પાસેથી લેવાના બાકી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 963 કરોડના વિકાસના કામો થયા હતા. જ્યારે આ વર્ષે 1217 કરોડના વિકાસના કામો થયા. તો લાઈટથી પગાર સુધીનો 325 કરોડ ખર્ચ AMC ચલાવવા માટે થાય છે. રૂપિયા 2468 કરોડની આવક છે અને 2490 કરોડનો ખર્ચ જોવા મળી રહ્યો છે.

માત્ર વિકાસના નામે પ્રજા પર બોજ વધારવામાં આવી રહ્યો છે: વિપક્ષ

તો બીજી બાજુ વિપક્ષે એવો આક્ષેપ કર્યો છે કે માત્ર વિકાસના નામે પ્રજા પર બોજ વધારવામાં આવી રહ્યો છે. લોન લઇને મનપાનું દેવું વધારવામાં સત્તા પક્ષ કામ કરી રહ્યું છે. આ વર્ષનું મનપાનું બજેટ 10 હજાર કરોડ સુધીનું છે છતાં મનપા દેવામાં ડૂબી રહી છે. લોન લઈને વિકાસના કામો કરતી મનપાનું દેવું ક્યારે પૂર્ણ થશે તે જોવાનું રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ