કોરોના સંકટ / જો આ ટેસ્ટ પ્રમાણે જોઈએ તો અમદાવાદમાં રોજના આટલા કેસ આવવા જોઈએ, તંત્ર ઊંઘતું ઝડપાયું

Ahmedabad municipal corporation coronavirus gujarat positive case

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શાકભાજી-ફળફળાદીના ફેરિયા, દૂધ, કરિયાણા, ઘંટીવાળા તેમજ ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી કંપનીના ડિલિવરી બોય તથા સુપર માર્કેટના સ્ટાફને કોરોનાના સંક્રમણને અન્ય નાગરિકોમાં ઝડપભેર ફેલાવનારા તરીકે ઓળખાવીને કોરોના સુપર સ્પ્રેડર્સ જાહેર કરાયા હતા. ગત તા.ર૦ એપ્રિલથી આ સુપર સ્પ્રેડર્સ કેટેગરીના સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગથી કોરોના કેસની તપાસ આરંભાઇ હતી. તંત્રે એક મહિના સુધી આ તપાસ ચાલુ રાખી હતી, પછી અચાનક સત્તાવાળાઓએ 'યુ ટર્ન' લઇને સુપર સ્પ્રેડર્સની ફાઇલને અભરાઇએ ચઢાવી દીધી હતી. હવે જ્યારે સુપર સ્પ્રેડર્સ કોરોનાનો ચેપ ફેલાવવામાં વધુ ભયાનક બન્યા છે ત્યારે દોઢ મહિના બાદ તંત્ર જાણે કે ઊંઘતું ઝડપાયું હોય તેવી શરમજનક સ્થિતિ સર્જાઇ છે. આમાં ચોક્કસપણે નિર્દોષ નાગરિકો કફોડી સ્થિતિમાં મુકાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ