બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad is also hot, scorching heat in Gujarat

આગાહી / બે શહેરો ધગધગતી ભઠ્ઠી બન્યાં ! અમદાવાદ પણ ગરમ ગુજરાતમાં કાળઝાળ ગરમી

Vishal Khamar

Last Updated: 09:55 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. રાજ્યનાં ચાર શહેરોમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. તેમજ હજુ ગરમી વધવાની શક્યતા હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં ધીમે ધીમે લોકો બપોર બાદ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો હતો. અમરેલી શહેરમાં 40 ડિગ્રી તો રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.  રાજ્યનાં 6 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર થયું હતું. અમદાવાદમાં તાપમાન 37.3 ડિગ્રી નોધાયું હતું. હજુ ગરમી યથાવત રહેવાની આગાહી છે. 

દરિયા કિનારાનાં વિસ્તારોમાં બફારો રહેવાની શક્યતાઃ હવામાન વિભાગ

હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે અરબ સાગરમાં ઉભી થયેલ સિસ્ટમનાં કારણે પશ્ચિમથી ઉત્તર દિશા તરફ રહેતા અરબ સગર પરના ભેજ ગુજરાતમાં આવશે. હવામાન વિભાગનાં વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, દરિયા કિનારાનાં વિસ્તારોમાં બફારો રહેવાની શક્યતા છે. તેમજ આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે. 

વધુ વાંચોઃ અમદાવાદમાં નશેડી પોલીસકર્મીએ દારુના નશામાં બાઈક પર ચઢાવી કાર, પરિવાર લોહીલુહાણ થયો

રાજ્યમાં કાળઝાળ ગરમી! 
અમદાવાદ 37.3 ડિગ્રી
ગાંધીનગર 37.2 ડિગ્રી
ડીસા  37.9 ડિગ્રી
વડોદરા 38.6  ડિગ્રી
અમરેલી 40.3 ડિગ્રી
ભાવનગર 37.4  ડિગ્રી
રાજકોટ 40.1 ડિગ્રી
સુરેન્દ્રનગર 39.2 ડિગ્રી
પોરબંદર 39.0  ડિગ્રી
વેરાવળ 38.9 ડિગ્રી
મહુવા 38.6 ડિગ્રી
ભુજ  38.5 ડિગ્રી
નલિયા 37.2 ડિગ્રી
કંડલા 39.0 ડિગ્રી
કેશોદ 39.4 ડિગ્રી

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ