બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad hospital family died due to stray cattle

રોષ / રખડતા પશુથી મૃત્યુ પામેલા યુવકના પરિવાર સાથે ઉઘાડી લૂંટ, મા કાર્ડ હોવા છતાં અમદાવાદની હોસ્પિટલે જુઓ શું કર્યું

Kishor

Last Updated: 04:58 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અકસ્માત થતાં અશોક સુથાર નામના યુવકનું મોત નીપજ્યું હતું. જેમાં યુવકના પરિવાર પાસે માં કાર્ડ હોવા છતાં હોસ્પિટલે 4.10 લાખ ખંખેર્યા હોવાનું સામે આવ્યું છે.

  • અમદાવાદમાં રખડતા ઢોરે અશોક સુથાર નામના યુવકનો લીધો જીવ
  • નારાયણી હોસ્પિટલમાં યુવકની સારવાર દરમિયાન મૃત્યુ
  • યુવકના પરિવાર પાસે માં કાર્ડ હોવા છતાં હોસ્પિટલે 4.10 લાખ રૂપિયાનું બિલ બનાવ્યું

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ અટક્યો હોવાના અનેક દાવા વચ્ચે આજે પણ રેઢિયાળ ઢોર આસમાને  જોવા મળી રહ્યો છે. જેના જીવતા જાગતા ઉદાહરણ રુપે તાજેતરમાં જ રખડતા ઢોરની ઢીંકે ચડેલા અશોક સુથાર નામના યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતક યુવાનના પરિવારજનોને નારાયણી હોસ્પિટલની દાદાગીરીનો પણ કડવો અનુભવ થયો હતો, પરિજનો પાસે માં કાર્ડ હોવા છતાં હોસ્પિટલ સંચાલકોએ મનમાની ચલાવી લાખો રૂપિયાની રકમ વસૂલી હતી.

માં કાર્ડ હોવા છતાં 4 લાખ રૂપિયા જેટલી રકમ વસુલાઈ
શહેરનાં ઓઢવ વિસ્તારમાં 21 નવેમ્બરના રોજ રખડતા ઢોરને કારણે અકસ્માત થયો હતો.જેને લઈને યુવાનને ગંભીર ઇજા પહોંચતા યુવાનને તાત્કાલિક સારવાર માટે  નારાયણી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં 21થી લઈને 30 તારીખ સુધીની લાંબી સારવાર બાદ યુવાને હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા. આ દરમિયાન યુવકના પરિવાર પાસે માં કાર્ડ હોવા છતાં હોસ્પિટલે 4.10 લાખ રૂપિયાનું જબરુ બીલ ફટકાર્યું હતું. જેને લઇને મૃતક યુવાનના પરિવારજનો અવાચક થયા હતા. આમ માં કાર્ડ હોવા છતાં હોસ્પિટલ દ્વારા  ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી હોવાનું સામે આવતા સબંધિત વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

વખતોવખત રાવ ઉઠવા છતાં તંત્ર ઊંઘમાંથી જાગ્યું નથી
આનંદીબેન પટેલના મુખ્યમંત્રી કાળ વખતે અમલમાં મૂકાયેલી મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો અમલ કરવામાં પણ હોસ્પિટલો છેતરપિંડી કરી રહી છે. તંત્રની ઢીલી નીતીને લઇને હોસ્પિટલો બેફામ બની છે. જેના કારણે અનેક ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને કાંતો પૈસા ખર્ચવા પડી રહ્યા છે અથવા તો હોસ્પિટલ તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે.ખાનગી હોસ્પિટલો માં વાત્સલ્ય યોજના હેઠળ સમાવી લીધી હોવા છતાં અનેક હોસ્પિટલો માં કાર્ડ ધારકો પાસેથી સારવાર બદલ નાણાં વસૂલી રહી છે. આ અંગે વખતોવખત રાવ ઉઠવા છતાં તંત્ર ઊંઘમાંથી જાગ્યું નથી.

શું છે માં વાત્સલ્ય યોજના?
રાજ્ય સરકાર દ્વારા ગરીબો માટે માં કાર્ડ હેઠળની કેટલીક હોસ્પિટલોમાં સારવાર ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ યોજનાના અમલમાં ડાંડાઇને લઇને દર્દીઓ લૂંટાઈ રહ્યા છે. મે-2014થી માં વાત્સલ્ય યોજના ગુજરાતમાં લાગુ કરવામાં આવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ યોજના શરૂ કરી હતી. સરકારી અને ગ્રાન્ટેડ હોસ્પિટલ પણ યોજના હેઠળ આવે છે. વાર્ષિક 1.20 લાખથી ઓછી આવક ધરાવતા કુટુંબને મફત સારવાર આપવાની હોય છે. મધ્યમ વર્ગની મહિલાઓ અને બાળકોને પણ નિ:શુલ્ક સારવાર આપવાની હોય છે. એક કુટુંબમાં 5 વ્યક્તિ સુધી આ યોજનાનો લાભ લઈ શકે છે. કુટુંબને 3 લાખ સુધીની સારવાર હોસ્પિટલે નાણાં લીધા વિના કરવાની હોય છે. સરકારે યોજના માટે ખાનગી હોસ્પિટલ્સને કરારબદ્ધ કરેલી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ