બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Airport will be closed for 9 hours from today till May 31 due to maintenance of runway

ખૂબ મહત્વનું / આજથી 31મે સુધી રોજ 9 કલાક માટે અમદાવાદ એરપોર્ટ રહેશે બંધ, આ કારણ છે જવાબદાર

Khyati

Last Updated: 01:03 PM, 17 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ એરપોર્ટ આજથી 31 મે સુધી સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે. રનવે પર રિકાર્પેટીંગની કામગીરીને કારણે લેવાયો નિર્ણય

  • અમદાવાદ એરપોર્ટ 31મે સુધી રહેશે બંધ
  • સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી રહેશે બંધ
  • યાત્રીકોને અગવડતા ન પડે તેનું રખાશે ધ્યાન

જો તમે અમદાવાદથી બાય ફ્લાઇટ ક્યાંય જવાનુ વિચારી રહ્યા છો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે આજથી સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ 9 કલાક માટે બંધ કરવામાં આવ્યુ છે. એરપોર્ટના રનવે પર રિકાર્પેટીંગની કામગીરીને કારણે એરપોર્ટ 9 કલાક બંધ રહેશે. આ કામકાજને કારણે 30 ફ્લાઇટ રદ કરવામાં આવી છે તેમજ અન્ય કેટલીક ફ્લાઇટ રદ કરવામાં આવી છે. મહત્વનુ છે કે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંદાજિત 150 ફ્લાઇટસની અવરજવર થાય છે. 

સવારે 9થી સાંજે 6 સુધી બંધ

રનવે પર સમારકામની કામગીરી શરૂ કરી હોવાથી આજથી 31 મેસુધી સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ 9 કલાક માટે બંધ રાખવામાં આવશે. જો કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા યાત્રીકોને નુકસાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. મહત્વનુ છે કે સાડા ત્રણ કિ.મી લાંબા રનવે પર સમારકામની કામગીરી નવેમ્બર 2021માં જ શરૂ થવાની હતી પરંતુ તહેવારોને કારણે આ કામ મુલતવી રાખવામાં આવ્યું હતું.શેડયુલ ખોરવાય નહીં અને  હાલાકીનો સામનો કરવો ન પડે માટે અનેક રજૂઆતો બાદ આ નિર્ણયમાં ફેરફાર કરી આગામી જાન્યુઆરી મહિનાના પ્રારંભે કરવાનો નિર્ણય લેવાયો હતો. 

યાત્રીકોની સુવિધાનું રખાશે ધ્યાન

એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખ્યુ છે કે આ સમયગાળા દરમિયાન કોઇ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં ઓછામાં ઓછો ફેરફાર કરવામાં આવશે જેથી યાત્રીઓને અસુવિધાનો સામનો ન કરવો પડે.  તો રનવેની કામગીરી બાબતે એક અધિકારીએ જણાવ્યુ હતુ કે રનવે  સપાટી પર ઓવરલેઇંગ તથા સ્ટ્રીપ અને સ્લોપ અસેસમેન્ટ, રનવે એન્ડ સેફ્ટી એરિયા, તથા ગ્રેડિંગની સાથે સાથે ડ્રેનેજનું પણ કામ કાજ કરવામાં આવશે. આ ઉપરાંત એરપોર્ટ તરફથી જાણકારી આપવામાં આવી છે કે વિમાનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને રનવેની લાઇફ સાયકલ વધારવા માટે આંતરરાષ્ટ્રીય સુરક્ષા માનાંકોને ધ્યાને રાખવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ