બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad 28 hospitals 69 drug stores radar on IT department

તપાસ / કોરોના સમયે ડૉક્ટર ચાર્જ-PPE, ઓક્સિજન માટે અલગથી લીધા પૈસા, હવે ITની રડારમાં છે આવી હોસ્પિટલો

Dhruv

Last Updated: 11:26 AM, 16 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ચમાં ફાઇલ કરેલા રિટર્નમાં વિગતો છુપાવી હોવાનું સામે આવતા અમદાવાદની 28 હોસ્પિટલો અને 69 દવાની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી શકે છે.

  • કોરોનાકાળમાં રોકડમાં વ્યવહાર કરનારી હોસ્પિટલો ITના રડારમાં
  • અમદાવાદની 28 હોસ્પિટલો-69 દવાની દુકાનો પર થઇ શકે છે તપાસ
  • માર્ચમાં ફાઇલ કરેલા રિટર્નમાં વિગતો છુપાવી હોવાનું તપાસમાં ઝડપાયું

કોરોનાકાળમાં રોકડમાં વ્યવહાર કરનારી હોસ્પિટલો હવે ITના રડારમાં આવી છે. જે ધ્યાને રાખતા અમદાવાદની 28 હોસ્પિટલો અને 69 દવાની દુકાનો પર તપાસ કરવામાં આવી શકે છે. માર્ચમાં ફાઇલ કરેલા રિટર્નમાં વિગતો છુપાવી હોવાનું ITની તપાસમાં ઝડપાયું છે. કર ભરવામાં કરચોરી કરતા હોવાની વિગતો પકડાઇ છે. હોસ્પિટલો અને દવાની દુકાનો પર ટૂંક સમયમાં તપાસ થઇ શકે છે. ITએ સારવાર લેનારા દર્દીઓની પૂછપરછ કરી હતી. દર્દીઓ પાસેથી ડૉક્ટરનો ચાર્જ, રૂમભાડુ, દવાના પૈસા, ઓક્સિજન ચાર્જ અને PPE ચાર્જ અલગથી લીધો હતો. ડૉક્ટરો અને સંચાલકો સામે વ્યાજ, પેનલ્ટી અને દંડ સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

કેટલીક દવાની દુકાનોએ તો રિટર્નમાં નફાની જગ્યાએ નુકસાન થયું હોવાનું બતાવ્યું

જણાવી દઇએ કે, કોરોનાકાળમાં કેટલીક હોસ્પિટલના સંચાલકોએ મોટી કમાણી કરવા માટે રોકડમાં વ્યવહારો કર્યા હતા. મોટા ભાગની હોસ્પિટલો દ્વારા કમાણીને સંતાડવા માટે ઇન્કમટેકસ રિટર્નમાં વિગતો દર્શાવાઇ નથી. તદુપરાંત કેટલીક દવાની દુકાનોએ તો રિટર્નમાં નફાની જગ્યાએ નુકસાન થયું હોવાનું બતાવ્યું હતું. આ રિટર્નના આધારે અધિકારીઓ હોસ્પિટલના કેટલાંક ગ્રુપ ઉપર નજર રાખી રહ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

IT વિભાગે જે દર્દીઓએ રોકડમાં ચાર્જ ચૂકવ્યો હોય તેવાં દર્દીઓના સ્ટેટમેન્ટ પણ લીધા

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ (IT વિભાગ) એ મોટી-મોટી હોસ્પિટલમાં જે દર્દીઓએ સારવાર લીધી હોય અને રોકડમાં ચાર્જ ચૂકવ્યો હોય તેવાં દર્દીઓના સ્ટેટમેન્ટ પણ લીધા છે. જેમાં દર્દીઓ પાસેથી ડૉક્ટરનો ચાર્જ, રૂમ ભાડું, દવાના પૈસા, ઓક્સિજન ચાર્જ, PPE કીટ વગેરે ચાર્જ અલગથી લીધો હતો. આવાં ડોક્ટરો અને સંચાલકો સામે વ્યાજ, પેનલ્ટી અને દંડની જોગવાઈ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ