અમદાવાદ /
ઓઢવમાં ઢોર પાર્ટી પર હુમલા બાદ AMC અને પોલીસે કરી મોટી કાર્યવાહી
Team VTV03:15 PM, 13 May 19
| Updated: 03:24 PM, 13 May 19
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ઢોર પાર્ટી પર થયેલા હુમલા મામલે હવે AMCની ટીમ અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઓઢવ વિસ્તારમાંથી પોલીસે 30થી વધુ ઢોરને ઝડપી લીધા છે અને હુમલો કરનાર પુરુષો અને મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી છે.
DCP અને ACP સહિતનો પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આજે સવારે રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ અને પોલીસ પર માલધારીઓએ હુમલો કર્યો હતો.
ઓઢવમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ટીમ ઢોર પકડતી હતી વાહનો સાથે ધસી આવેલા ઢોરમાલિકો પોલીસની ચાર ગાડીઓમાં તોડફોડ કરી હતી. કોર્પોરેશનનની ચાર ગાડીઓની ચાવીઓ પણ લઈને ઢોરમાલિકો ભાગી ગયા હતા. ઢોર માલિકો દ્વારા કરાયેલા હુમલામાં બેથી ત્રણ પોલીસ કર્મચારીઓ ઈજા થઈ હતી. ઘટનાના પગલે હાલ અન્ય પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.