ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / After the Gujarat Congress got a new president, the discussions about the in-charge of the Gujarat Congress became intense

રાજકારણ / ગુજરાત કોંગ્રેસમાં વધુ એક મોટા ફેરફારના એંધાણ: શક્તિસિંહને પ્રમુખ બનાવાયા બાદ હવે પ્રભારીની રેસમાં ત્રણ નામ

Published By: Malay

Last Updated: 12:43 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળ્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારીને લઈને ચર્ચાઓ તેજ બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હાઈકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં નવા પ્રભારીની પણ સત્તાવાર જાહેરાત કરાશે.

ADVERTISEMENT

 

  • ગુજરાત કોંગ્રેસમાં ફેરફાર થવાની શક્યતા
  • ટુંક સમયમાં કોંગ્રેસને નવા પ્રભારી મળશે
  • પ્રભારી માટે 3 નામની ચાલી રહી છે ચર્ચા

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ એક્શન મૉડમાં આવી ગઇ છે. ગુજરાત કોંગ્રેસમાં મોટા મોટા ફેરફાર થઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપવામાં આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારીને લઈને ચર્ચાઓ તેજ બની છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખની નિયુક્તિ બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રભારીની નિયુક્તિનો મુદ્દો ગાજી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રમુખ બાદ હવે ટૂંક સમયમાં નવા પ્રભારીની પણ સત્તાવાર જાહેરાત કરશે.  

કોંગ્રેસે વધુ 33 ઉમેદવારની યાદી કરી જાહેર, મેવાણીને વડગામ, ગેનીબેનને વાવથી  ટિકિટ, જુઓ આખુંય લિસ્ટ | Congress announced the sixth list of candidates
ફાઈલ ફોટો

આ ત્રણ નામ છે ચર્ચામાં
કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતના પ્રભારી માટે 3 નામ પર વિચાર કરી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી માટે બી.કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ અને નીતિન રાઉતનું નામ ચર્ચામાં છે. બી.કે હરિપ્રસાદ અગાઉ ગુજરાતની જવાબદારી સંભાળી ચુક્યા છે. નીતિન રાઉતે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની હારના કારણનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. હાઈકમાન્ડ દ્વારા આ ત્રણમાંથી કોઇ એકને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવી શકે છે. 

રાજીવ સાતવના નિધન બાદ રઘુ શર્માને બનાવાયા પ્રભારી
આપને જણાવી દઈએ કે, ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. જે બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધું હતી. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ સાતવના નિધન પછી ગુજરાત પ્રભારીનું પદ ખાલી હતું.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્મા; જાણો, કોણ છે અને કેવી છે  જવાબદારી | Raghu Sharma in charge of Gujarat Congress; Find out who is  responsible and how
રઘુ શર્મા

ગત 8 ડિસેમ્બરે આપ્યું હતું રાજીનામું
જે બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લાંબા સમય બાદ ગુજરાતમાં રઘુ શર્માને પ્રભારી બનાવ્યા હતા. કોંગ્રેસે 7મી ઓક્ટોબરના 2021ના રોજ રઘુ શર્માને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. જે બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ખૂબ જ ઓછી સીટ આવતા પ્રભારી રઘુ શર્માએ હાર સ્વીકારીને 8 ડિસેમ્બર 2022ના રોજ રાજીનામુ આપ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat congress ગુજરાત કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ પ્રભારી મોટા ફેરફારના એંધાણ શક્તિસિંહ ગોહિલ Gujarat Congress

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ