After Laal Singh Chaddha, people are boycotting Shah Rukh Khan's film Paathan, #BoycottPathaan is trending
બોલીવુડ /
દર્શકો વિફર્યા: હવે શાહરુખ ખાનની ફિલ્મના બૉયકોટની માંગ, Laal Singh Chaddha ના ચક્કરમાં ફસાયો?
Team VTV01:39 PM, 14 Aug 22
| Updated: 04:23 PM, 25 Aug 22
શાહરુખ ખાન, દિપીકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર 'પઠાણ' ને લઈને રિલીઝ પહેલા સોશિયલ મીડિયા પર તેને લઈને બોયકોટ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે.
બોલિવુડમાં બોયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે
આમિર ખાન અને અક્ષય કુમારની ફિલ્મ પછી હવે શાહરુખ ખાનની ફિલ્મ
ટ્વિટર પર હાલ #BoycottPathan ટ્રેન્ડ કરી રહ્યું
લાગે છે કે હાલ બોલિવુડમાં બોયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પહેલા આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનો અને અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન વિરોધ કરવામાં આવ્યો હતો ને ત્યાં જ હવે શાહરુખની અપકમિંગ ફિલ્મ 'પઠાણ' પર સંકટના વાદળ મંડરાઈ રહ્યા છે. શાહરુખ ખાન, દિપીકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર 'પઠાણ' ને લઈને રિલીઝ પહેલા સોશિયલ મીડિયા પર તેને લઈને બોયકોટ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે.
કયા કારણોસર પઠાણ ફિલ્મને બૉયકોટ કરવાની માંગ ઉઠી છે એ હજુ બહાર આવ્યું નથી પણ ટ્વિટર પર હાલ #BoycottPathan ટ્રેન્ડ કરી રહ્યું છે. આ સાથે જ બોલીવુડના કિંગ ખાનની કમબેક ફિલ્મ સમસ્યાઓમાં ઘેરાતી નજર આવી રહી છે. ઘણા લોકો શાહરુખ ખાનને કારણે તો ઘણા લોકો દીપિકાને કારણે આ ફિલ્મને બૉયકોટ કરવાની માંગ કરી રહ્યા છે.
બોલીવુડના કિંગ ખાનની ઘણી રાહ જોવાતી ફિલ્મ 'પઠાણ'નો શાહરૂખ ખાનનો લુક થોડા દિવસ પહેલા બહાર આવ્યો હતો. જે લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો. એ બાદ ફિલ્મની હીરોઈન દીપિકાનો ફર્સ્ટ લુક બહાર પાડવામાં આવ્યો હતો. જે સોશ્યલ મીડિયા પર ખુબ વાઈરલ થયો હતો. આ ફિલ્મના લીડ રોલમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ નજર આવશે.
ફિલ્મ 'પઠાણ'ને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે. તેમાં જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ મહત્વની ભૂમિકામાં છે. તેમાં સલમાન ખાનનો ખાસ કેમિયો પણ હશે. એ જ રીતે શાહરૂખ સલમાનની 'ટાઈગર 3'માં જોવા મળશે. ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરી 2023 ના રોજ થીયેટરમાં રીલીઝ થવા જઈ રહી છે.
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન જે રીતે બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે એ જોઈને કોઈ મેકર્સે વિચાર્યું પણ નહીં હોય કે બોલીવુડનાં સુપરસ્ટારની ફિલ્મ આવી રીતે પીટાશે . આ વર્ષની બે મોટી ફ્લોપ મુવી આપ્યા પછી અક્ષય કુમારની ત્રીજી ફિલ્મ રક્ષાબંધનમાં ભાઈ-બહેનનાં સંબંધો પર બનેલ આ ફિલ્મને રક્ષાબંધનનાં તહેવારનો ફાયદો મળ્યો નથી. ફિલ્મ રક્ષાબંધન તો લાલ સિંહ ચઢ્ઢાથી પણ કમાણીમાં પાછળ રહી ગઈ છે. હવે જોવાનું રહ્યું કે આ બોયકોટની મંગનો અસ્ત શાહરુખની ફિલ્મ 'પઠાણ' પર પડશે કે નહીં..