બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / After Diwali announcement of new organization of Gujarat Congress

રાજનીતિ / દિવાળી બાદ ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાતના એંધાણ, આજે દિલ્હીમાં નેતાઓની બેઠક

Priyakant

Last Updated: 10:27 AM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Congress News: આજે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક, દિવાળી બાદ ટીમ શક્તિસિંહ અને ગુજરાતમાં નવા સંગઠનની થશે જાહેરાત

  • આજે કોંગ્રેસ નેતાઓની દિલ્લીમાં બેઠક
  • પ્રભારી મુકુલ વાસનિક સાથે ગુજરાત નેતૃત્વ કરશે બેઠક 
  • પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાની બેઠક
  • ગુજરાતના સંગઠનના માળખા અંગે પ્રભારી સાથે થશે ચર્ચા
  • જિલ્લા, તાલુકા પ્રમુખો સાથે બેઠકો યોજ્યા બાદ નવા માળખા અંગે થશે ચર્ચા

Gujarat Congress News :  લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીના સંકેત મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે, પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી કર્યા બાદ હવે સંગઠનમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે. મહત્વનું છે કે, આજે દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રભારી મુકુલ વાસનિક સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓ બેઠક કરશે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સાથે બેઠકમાં ગુજરાત સંગઠનના માળખા અંગે પ્રભારી સાથે ચર્ચા કરવામાં આવશે. જેથી હવે દિવાળી બાદ સંભવિત રીતે  ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાતના એંધાણ જોવા મળી રહ્યા છે. 

ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી બાદ જ સંગઠનમાં મોટા ફેરફારની ચર્ચાએ જોર પકડયું હતું. જોકે હવે લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. આ તરફ હવે આજે પ્રભારી મુકુલ વાસનિક સાથે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની એક બેઠક યોજાનાર છે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ નેતા અમિત ચાવડા પર ઉપસ્થિત રહેનાર છે. આ બેઠકમાં ગુજરાત સંગઠનના માળખા અંગે પ્રભારી સાથે ચર્ચા કરવામાં આવશે. 

File Photo

તો શું દિવાળી પછી કોંગ્રેસ સંગઠનમાં થશે ફેરફાર ? 
આ તરફ હવે આજની બેઠક બાદ સંભવિત રીતે લોકસભા ચૂંટણી પહેલા એટલે કે હવે દિવાળી પછી તુરંત ગુજરાત કોંગ્રેસના માળખામાં મોટો ફેરફાર થઈ શકે છે. આજે કોંગ્રેસ નેતાઓની દિલ્લીમાં બેઠકમાં ગુજરાત સંગઠનના માળખા અંગે પ્રભારી સાથે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જિલ્લા અને તાલુકા પ્રમુખો સાથે બેઠક યોજ્યા બાદ નવા માળખા અંગે ચર્ચા થશે. જેને લઈ હવે દિવાળી બાદ ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાતના એંધાણ જોવા મળી રહ્યા છે. જોકે એક ચર્ચા એવી પણ છે કે, સંગઠનમાં નિષ્ક્રિય નેતાઓને દૂર કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ