બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ધર્મ / After 12 years, on this day Jupiter-Sun conjunction will happen, the fate of these zodiac signs will shine overnight.

સૂર્ય ગુરુ યુતિ 2023 / 12 વર્ષ બાદ આ દિવસે બનશે ગુરુ-સૂર્યનો મહાસંયોગ, રાતોરાત ચમકી જશે આ રાશિઓનું કિસ્મત

Megha

Last Updated: 10:33 AM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય અને ગુરુના મિલનથી 12 વર્ષ પછી એક મહાસંયોગ બની રહ્યો છે, એવામાં ચાલો જાણીએ આ મહાસંયોગથી કઈ રાશિઓને ફાયદો થશે અને કઈ રાશિને નુકસાન થશે.

  • સૂર્ય અને ગુરુના મિલનથી એક મહાસંયોગનું નિર્માણ થશે
  • 12 વર્ષ પછી બની રહ્યો છે આ મહાસંયોગ
  • મહાસંયોગથી કઈ રાશિઓને ફાયદો થશે અને કઈ રાશિને નુકસાન 

Surya Guru Yuti 2023: 22 એપ્રિલ 2023 ના રોજ ગ્રહોના રાજા સૂર્ય અને જ્ઞાન એમ જ વિવેકના ગ્રહ ગુરુનો મેષ રાશિમાં સંયોગ થવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે 14મી એપ્રિલ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે અને ગુરુ પણ 22મી એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે સૂર્ય અને ગુરુના મિલનથી એક મહાસંયોગનું નિર્માણ થશે અને મહત્વની વાત એ છે કે આ સંયોગ 12 વર્ષ પછી બની રહ્યો છે. આ સાથે જ જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને ગુરુનું સંક્રમણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ જ્ઞાન, શિક્ષણ, ધાર્મિક કાર્ય અને દાનનો કારક માનવામાં આવે છે. એવામાં ચાલો જાણીએ આ મહાસંયોગથી કઈ રાશિઓને ફાયદો થશે અને કઈ રાશિને નુકસાન થશે.

1. મેષ
ગુરુ-સૂર્યનો સંયોગ મેષ રાશિના લોકો માટે આર્થિક બાબતોમાં વિશેષરૂપે લાભદાયી રહેશે. સાથે જ આ રાશિના લોકોનું નસીબ અને રચનાત્મક કાર્યોમાં રુચિને કારણએ નાણાકીય બાજુ મજબૂત બનશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમયે શરૂ કરેલા નવા વ્યવસાયમાં તમને પ્રગતિ મળી શકે છે. આ યુતિમાં મેષ રાશિના લોકોને મહેનતનું પૂરું ફળ મળશે.

2. મિથુન
ગુરુ-સૂર્યનો સંયોગ મિથુન રાશિના લોકો માટે સારો રહેવાનો છે, આ સંયોગ દરમિયાન નવી વ્યવસાયિક ભાગીદારી શરૂ કરવા ઇચ્છુક છે. જણાવી દઈએ કે આ યુતિ દરમિયાન મિથુન રાશિના લોકો સામે ઘણી નવી તકો આવશે અને જો આ રાશિના લોકો સમજદારીથી કામ કરશે તો આ સમય નવી ઊંચાઈઓ પર લઈ જશે. 

3. તુલા 
સૂર્ય-ગુરુની યુતિ તુલા રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ સમય દરમિયાન તુલા રાશિના લોકોને આર્થિક લાભ થવાની સંભાવના છે સાથે જ વેપારમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. જો કે આ સમયે તમારે ખર્ચ અને બચતનું ધ્યાન રાખવું પડશે. 

આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન 

1. વૃષભ  
મેષ રાશિમાં ગુરુ અને સૂર્યનો આ સંયોગ વૃષભ  રાશિના લોકો માટે કાર્યસ્થળ પર અચાનક સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ સમય દરમિયાન વૃષભ રાશિના લોકોએ શાંત રહેવાની જરૂર છે, અચાનક ગુસ્સો આવી શકે છે જે તમારી છબી બગાડી શકે છે અને કાર્યસ્થળમાં તમારા માટે અવરોધો ઉભી કરી શકે છે.

2. કર્ક 
ગુરુ અને સૂર્યના આ સંયોગના સમયગાળા દરમિયાન કર્ક રાશિના લોકોના એ અચાનક નાણાકીય નુકસાન અથવા સંકટનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે શક્ય તેટલું નાણાકીય બાબતમાં સાવચેત રહો અને વ્યર્થ ખર્ચ ટાળો. 

3. કન્યા 
ગુરુ અને સૂર્યના આ સંયોગના સમયગાળા દરમિયાન કન્યા રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવાનો છે. પરિવારના સભ્યોને પણ સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે એટલા માટે કોઈ લક્ષણો અવગણશો નહીં અને એ સાથે જ ખાવા-પીવામાં પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ