Aar Paar / શું તમે સરકારી અધિકારીઓને કારણે બીમાર થઈ રહ્યાં છો?

લોકસભામાં નકલી અને ભેળસેળવાળા દૂધનો મુદ્દો ઉઠ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યુ હતું કે દૂધ દૈનિક જરૂરિયાતની વસ્તુ છે જેનો સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. WHO એ ભારતને એડવાઇઝરી બજાવી છે. ભેળસેળવાળા દૂધથી સેવન કરનારને કેન્સર થઇ શકે છે. ભેળસેળવાળુ દૂધ યુરિયા અને અન્ય ખતરનાક કેમિકલથી બને છે. મોટા શહેરોમાં ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો આ ધંધો કરે છે. આ ધંધો કરનાર સામે કડક કાયદો લાવવામાં આવે. ફૂડ અને સેફ્ટી એક્ટને કડક રીતે લાગુ કરવામાં આવે તેમ વસાવાએ જણાવ્યુ હતું. ત્યારે આ સમસ્યાના મૂળમાં ખરેખર શું રહેલું છે તે જાણો AarPar with Hemant માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ