actress gehna vasisht who has been accussed in raj kundra pornography case did a nude instagram live
પોર્નોગ્રાફી કેસ /
આ પૉર્ન લાગે છે તમને? અભિનેત્રીએ ન્યૂડ થઈને કર્યુ ઈન્સ્ટા LIVE, કુન્દ્રા કેસમાં આવી ચૂક્યું છે નામ
Team VTV08:42 PM, 02 Aug 21
| Updated: 08:46 PM, 02 Aug 21
પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની ધરપકડ બાદ અનેક અભિનેત્રીઓના નામ આ કેસમાં સામે આવ્યા હતાં. તેમાંથી એક અભિનેત્રીએ નગ્ન થઈને ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું હતું.
અભિનેત્રી ગહના વસીષ્ટનો વિડીયો વાયરલ
સંપૂર્ણ નગ્ન થઈને કર્યું ઇન્સ્ટાગ્રામ લાઈવ
કપડાં પહેરીને બનાવેલ વિડીયો કઈ રીતે પોર્ન કહેવાય?
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પોર્નોગ્રાફીક વિડીયો બનાવવાના આરોપ હેઠળ ધરપકડ થઈ હતી. ત્યાર બાદ આ કેસમાં નવા નવા વળાંકો આવી રહ્યા છે. એક સમાચાર મુજબ અભિનેત્રી ગહના વસીષ્ટ પર આ ફિલ્મોમાં અભિનય કરતી હોવાના આક્ષેપો થયા હતાં.
રાજ કુંદ્રાએ કરી હતી રીટ પિટિશન
રાજ કુંદ્રાએ પોતાની ધરપકડને ગેરકાનૂની દર્શાવતી રીટ પિટિશન દાખલ કરી હતી. જેની આજે સુનાવણી થઈ હતી જેમાં સરકારી વકીલ દ્વારા ઉગ્ર દલીલો સાથે એ રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે શા માટે તેની ધરપકડ જરૂરી હતી અને કાનૂની રીતે યોગ્ય હતી. રાજનાં વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે પોલીસ તેમણે તપાસ માટે બોલાવી શકી હોત. અને આ કન્ટેન્ટ ઇરોટીકા શ્રેણીમાં આવતું કન્ટેન્ટ છે તેને પોર્ન ન કહી શકાય.
સંપૂર્ણ નગ્ન થઈને કર્યું લાઈવ
રાજ કુંદ્રા કેસ મામલે બધા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે હવે આ મામલે મહત્વની સાક્ષી રહી ચૂકેલી અભિનેત્રી ગહના વસીષ્ટનો એક વિડીયો સામે આવ્યો છે. ગહનાએ એક ન્યુડ ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું હતું. આ લાઈવ દરમિયાન તે નગ્ન હતી અને તેણે દર્શકોને પૂછ્યું હતું કે તે વલ્ગર લાગી રહી છે કે ચિપ? આ વિડીયો વાયરલ થઈ ગયો હતો.
મેં કશું નથી પહેર્યું
ગહના વિડિયોમાં કહી રહી છે,'હેલો દોસ્તો હું તમારી સામે લાઇવ બેઠી છું, શું હું તમને વલ્ગર કે ચિપ લાગી રહી છું? ગહનાએ કહ્યું હતું કે મે કશું જ નથી પહેર્યું, જરા સરખું પણ નહીં!'
શું આને પોર્ન કહેવાય?
તેણે ફેન્સને સવાલ કર્યો હતો કે તેણે કશું જ નથી પહેર્યું છતાં જો દર્શકોને એ પોર્ન નથી લાગી રહ્યું તો જે વિડિયોમાં તેણે કપડાં સાથે અભિનય કર્યો હતો તેને પોર્ન કઈ રીતે કહેવાય? તેણે પૂછ્યું હતું કે આ તો ખોટી વાત કહેવાય ને? જ્યારે તેણે એક પણ કપડું નથી પહેર્યું ત્યારે પણ એ વલ્ગર નથી લાગતું તો ફિલ્મી સીન કઈ રીતે વલ્ગર કઈ શકાય? આ લોકોની બેવડી માનસિકતા છે.
કોમેન્ટ સેકશનમાં લોકોએ આપ્યા જવાબ
ઇન્સ્ટાગ્રામ લાઇવનાં કેપ્શનમાં તેને લખ્યું હતું કે કપડાં વગર લાઈવ: જ્યારે હું કપડાં પહેર્યા વગર લાઈવ કરું તો લોકોને એ પોર્ન નથી લાગતું પણ કપડાં પહેરીને વિડિયોમાં લોકો એને પોર્ન કહે છે. કોમેન્ટ સેક્શનમાં થોડા લોકોએ તેણીના સમર્થનમાં તો અમુક લોકોએ વિરોધમાં પ્રતિસાદ આપ્યો હતો.