Actress And Tmc Mp Nusrat Jahan Took Oath And Touch The Feet Of Speaker Om Birla
રાજનીતિ /
VIDEO: નુસરતે શપથ ગ્રહણ કર્યા પછી સ્પીકરને પગે લાગીને લીધા આશીર્વાદ, લોકોએ કહ્યુ - ''વાહ શું સંસ્કાર છે'
Team VTV10:57 AM, 26 Jun 19
| Updated: 10:58 AM, 26 Jun 19
એક્ટ્રેસ અને TMC સાંસદ નુસરત જહાં તાજેતરમાં જ પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે.
નુસરતએ બિઝનેસનેમ નિખિલ જૈન સાથે રાજધાની ઇસ્તાંબુલમાં લગ્ન કર્યા હતા. નુસરત અને નિખિલની હિંદૂ રીત-રિવાજની સાથે ક્રિશ્ચિયન વેડિંગ પણ કર્યા. લગ્ન પછી તે ભારત પરત ફરી અને મંગળવારે તેણે સાંસદ પદ માટેની શપથ પણ લીધી. 2019ના લોકસભા ચૂંટણીમાં નુસરત TMCની ટિકિટ પર બશીરહાટ સીટ પરથી લડી હતી.
નુસરતે બાંગલા ભાષામાં શપથ લીધા, તેણે શપથના અંતમાં જય હિંદ, વંદે માતરમ અને જય બાંગલા કહ્યુ. આ પછી તે ભાજપના સાંસદ અને લોકસભા સ્પીકર ઓમ બિરલાની પાસે ગઇ અને તેમને પગે લાગીને આશીર્વાદ લીધા. શપથ લેતા સમયે નુસરતે સાડી પહેરી હતી, આ સાથે જ સિંદુર, ચૂડો અને મંગળસૂત્રે તમામ લોકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ.
#WATCH: TMC's winning candidate from Basirhat (West Bengal), Nusrat Jahan takes oath as a member of Lok Sabha today. pic.twitter.com/zuM17qceOB
સ્પીકરના પગે લાગીને આશીર્વાદ લેવાની વાતના સોશ્યલ મીડિયા પર વખાણ થઇ રહ્યા છે. નુસરતનો પગે લાગતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને યૂઝર કહી રહ્યા છે, 'વાહ શું સંસ્કાર છે.' તો વધુ એક યૂઝરે કહ્યુ કે, 'આ આજનો સૌથી સુંદર વીડિયો છે.' અન્ય યૂઝરે કહ્યુ કે, ''નુસરતે વંદે માતરમ કહ્યુ અને સ્પીકરના પગે લાગી, મારી નજરમાં તેની ઇજ્જત વધી ગઇ.'' તો કેટલાક યૂઝર્સ નુસરતના લગ્ન પછીના લૂકના પણ વખાણ કરી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, નુસરતની સાથે તેની નજીકની મિત્ર મીમી ચક્રવર્તી પણ હતી. મિમી TMCની ટિકિટ પરથી કોલકાતાની જાધવપુરની સીટ પરથી ચૂંટણી લડી અને તેણે પણ લોકસભામાં સંસદ પદની શપથ લીધી હતી.