ઉચાપત / એક મહિના પહેલા જોડાયેલો એકાઉન્ટન્ટ ૧૪.૮૭ લાખની ઉચાપત કરી રફુચક્કર

accountant theft Rs 14 87  lakh in Ahmedabad

શહેરના નારોલમાં આવેલ ખાનગી કંપનીમાં એક મહિના પહેલા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તરીકે નોકરી પર લાગેલા કર્મચારીએ કંપનીના રૂ.૧૪.૮૭ લાખ બારોબાર બોગસ સહી કરીને અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા છે. ગઠિયાએ પ્રકાશ પારેખના નામે નોકરી જોઇન કરી હતી. બેન્ક એકાઉન્ટમાં તેનું નામ જયેશ જૈન છે. પ્રકાશ પારેખ ઉર્ફે જયેશ જૈન કોણ છે અને તેણે કેટલી કંપનીઓનાં આવી રીતે ઉચાપત કરી છે તેની પોલીસે તપાસ શરૂ કરી છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ