બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / A video of a young man and a young woman openly kissing on a bike in film style goes viral police in action

VIDEO / ચલો ઇશ્ક લડાયે...: બાઇક પર ખુલ્લેઆમ ફિલ્મી સ્ટાઇલમાં યુવક-યુવતીનો Kiss કરતો વીડિયો વાયરલ, પોલીસ એક્શનમાં

Arohi

Last Updated: 12:09 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPની રાજધાની લખનૌઉમાં એક યુવક અને યુવતીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી સ્કૂટી પર યુવકના ખોળામાં બેઠેલી છે અને યુવકને ભેટીને કિસ કરી રહી છે.

  • ખુલ્લે આમ લખનૌઉમાં યુવક-યુવતીએ કરી અશ્લિલ હરકત 
  • લખનૌઉના રસ્તા પર સ્કૂટી પર કરતા જોવા મળ્યા કિસ 
  • સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં 

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌઉમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યંગ કપલ ચાલતી સ્કૂટી પર રોમાન્સ કરી રહ્યું છે. જોકે આ વીડિયો ક્યારનો છે એ સ્પષ્ટ નથી. 

લખનૌઉ સેન્ટ્રલ ઝોનના ડીસીપી અપર્ણા રજત કૌશિકના જણાવ્યા અનુસાર તેની તપાસમાં 2 ટીમો છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. તેના પર મોટર વ્હીકલ એક્ટની સાથે સાથે અશ્લિલતા ફેલાવવાને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે. 

ચાલતી સ્કૂટી પર કર્યો રોમાન્સ 
આ વીડિયો લખનૌઉના હજરતગંજનો છે. જ્યાં યુવક-યુવતી ચાલતી સ્કૂટી પર એવી હરકત કરી કે તેમનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતે એક યુવક અને યુવતી ચાલતી સ્કૂટી પર જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. 

લખનૌઉના રસ્તા પર આ બે ખુલ્લેઆમ ફિલ્મી અંદાજમાં નિકળી પડ્યા છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં યુવકને સ્કૂટી ચલાવતો જોઈ શકાય છે. યાતાયાત નિયમો અનુસાર તો યુવકે હેલમેટ પહેરવું જોઈએ અને યુવતીએ તેની પાછળની સીટ પર બેસવું જોઈએ. પરંતુ યુવતી યુવકના ખોળામાં બેસીને તેને ભેટીને ગળે લગાવતી જોવા મળી રહી છે. 

 

પોલીસે કરી યુવકની ધરપકડ 
મહત્વનું છે કે વીડિયો વાયરલ થતા જ લખનૌઉ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને સ્કૂટી ચાલક યુવકતી તેમણે ધરપકડ કરી લીધી છે. પોલીસે આ અંગે માહિતી ટ્વીટ કરીને આપી છે. લખનૌઉ પોલીસે યુવકનો એક વીડિયો અને સાથે જ એક નોટ પણ ટ્વીટર પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે વીડિયોના આધાર પર હજરતગંજ સ્ટેશન પર કલમ 294, 279 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. વાહન ચાલકની ઓળખ કરતા સ્કૂટીને સીઝ કરી લેવામાં આવી છે. 

વાયરલ વીડિયોને લઈને શું કહ્યું લખનૌઉ સેન્ટ્રલ ઝોન ડીસિપીએ? 
વીડિયો વાયરલ થતા જ લખનૌઉની હજરતગંજ પોલીસે તેની તપાસ શરૂ કરી દીધી હતી અને યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. લખનૌઉ સેન્ટ્રલ ઝોનની ડીસીપી અપર્ણા રજત કૌશિકના જણાવ્યા અનુસાર વીડિયો લખનૌઉના હજરતગંજ વિસ્તારનો છે. 

આ સંપૂર્ણ મામલા પર 2 ટીમો લગાવવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. તેના પર મોટર વ્હીકલ એક્ટર અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ અશ્લીલતા ફેલાવવા પર પણ કાર્યવાહી કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ