બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A serious case of racist mentality in Mehsana

મહેસાણા / માતાજીના મહોત્સવમાં જાતિવાદી માનસિકતા આંખે વળગી, 120 દલિત પરિવારો સાથે ન થવાનું થયું.!, પાટીદારો સામે ચીંધાઈ આંગળી

Dinesh

Last Updated: 06:09 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણામાં ભટારિયામાં માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત પરિવારનું રસોડું અને જમણવાર અલગ રાખવામાં આવતા હોબાળો.

  • મહેસાણામાં જાતિવાદી માનસિકતાનો ગંભીર મામલો 
  • ભટારિયામાં 120 દલિત પરિવારે કર્યો હોબાળો
  • દલિત લોકોને જમણવારનું આમંત્રણ અલગ જગ્યાનું અપાયું હતું


મહેસાણામાં જાતિવાદી માનસિકતાનો ગંભીર મામલો સામે આવ્યો છે. જે મામલે ભટારિયામાં 120 દલિત પરિવારે હોબાળો કર્યો છે. માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત પરિવારનું રસોડું અને જમણવાર અલગ રાખવાનો નિર્ણય કરાયો હતો જે મામલે દલિત પરિવારે બેનર લગાવી જાતિવાદી માનસિકતા સામે વિરોધ નોંધાવ્યો છે. 

જમણવારની અલગ વ્યવસ્થાને લઇ રોષ 
દલિત પરિવારોના આ વિરોધને કારણે સમગ્ર મામલો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ ગામની મુલાકાત લઈ નિવેદન નોંધ્યા હતા. જોટાણા તાલુકાના ભટારીયા ગામના નવનિર્મિત મંદિરમાં છેલ્લા બે દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો હતો. પરંતુ આ મહોત્સવમાં ગામના દલિત પરિવારોએ ગ્રામ પંચાયત આગળ દર્શાવેલ બેનરને કારણે ભારે ચર્ચાસ્પદ બન્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર ગામના લોકોનો જમણવારનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. એક માત્ર દલિત પરિવારના લોકોને અલગ જગ્યાએ જમવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

અલગ જમણવારને લઇ સરપંચ પણ સમાજ સાથે
સમગ્ર ગામના દલિત પરિવાર એકઠા થઇ જાતિવાદનો વિરોધ કરતું બેનર પ્રદર્શિત કર્યું છે. મહત્વપૂર્ણ છે કે, આ ગામમાં સરપંચ પદની જગ્યા અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત છે. આ કારણે ગામમાં સરપંચ પદે દલિત સમાજના મહિલા ચૂંટાયેલા છે. આમ છતાં ગામમાં દલિત સમાજ સાથે આ પ્રકારે ભેદભાવ થતા મહિલા સરપંચ પણ ખુલીને વિરોધમાં આવી ગયા હતાં તો દલિત સમાજના અન્ય લોકોનો આક્ષેપ છે કે, ગામના મંદિરમાં દલિત સમાજના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી તેમજ વાળંદ પણ દલિત સમાજના લોકોના હેર કટ કરતો નથી તો સામે પક્ષે પાટીદાર અગ્રણીએ આ બાબતે ગોળ ગોળ જવાબ આપ્યો હતો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ