બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / A mysterious landmass of Lemuria mentioned in Tamil literature as kumar kandam

રહસ્ય / ભારતને અડીને આવેલો ત્રણ ગણો મોટો અને ત્રણ દેશોને જોડતો ખંડ દરિયામાં સમાઈ ગયો?

Published By: Shalin

Last Updated: 09:38 PM, 4 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાચીન ગ્રીક ફિલોસોફર પ્લેટોના વર્ણવ્યા પ્રમાણે ઘણા લોકો એટલાન્ટિસ શહેરની વાર્તાથી પરિચિત છે, જે પાણીમાં ડૂબી ગયેલું ભૂતકાળનું એક સુપ્રસિદ્ધ શહેર છે. આજે પણ આ મુદ્દો ચર્ચાનું કારણ છે કે શું આ શહેર એક કલ્પિત વાર્તા હતી જેને એક બોધકથા તરીકે લેવી જોઈએ કે પછી સાચે જ ભૂતકાળમાં આ શહેર અસ્તિત્વ ધરાવતું હતું.

ભારતમાં પણ આવી જ એક સમાન વાર્તા છે અથવા તો હકીકત છે. જો કે એટલાન્ટિસની વાર્તા કરતા તે કદાચ ઓછી જાણીતી છે. આ વાર્તા 'લેમુરિયા' નામના એક ખોવાયેલા ખંડની છે, જેને તમિલ ભાષીઓ કુમારી કંડમની દંતકથા સાથે જોડે છે.

"મેડાગાસ્કર અને ભારત એક સમયે એક મોટા ખંડનો ભાગ" ભૂસ્તરશાસ્ત્રીનો દાવો

લેમુરિયા' શબ્દ ઉત્પત્તિ 19મી સદીમાં થઇ હતી. અંગ્રેજી ભૂસ્તરશાસ્ત્રી ફિલિપ સ્લેટર, મેડાગાસ્કર અને ભારતમાં લેમરના નામના પ્રાણીના અવશેષો મળી આવતા મૂંઝાઈ ગયા હતા.  આવા સમાન અવશેષો તેમને મેઇનલેન્ડ આફ્રિકા અને મધ્ય પૂર્વ આફ્રિકામાં જોવા મળ્યા નહોતા. આમ, તેમના 1864 લેખ "The Mammals of Madagascar"માં સ્ક્લેટરે દાવો કર્યો હતો કે મેડાગાસ્કર અને ભારત એક સમયે એક મોટા ખંડનો ભાગ હતા, અને આ ગુમ થયેલી ધરતીનું નામ તેમણે 'લેમુરિયા' રાખ્યું હતું. 

કુમારી કંડમનો કલ્પિત નકશો

ટેક્ટોનિક પ્લેટસની વૈજ્ઞાનિક થીયરી અસ્તિત્વમાં આવતા સ્લેટરની થીયરીનું મહત્વ ઘટ્યું

સ્લેટરની આ થીયરી તે સમયના મોટા ભાગના વૈજ્ઞાનિકોએ સ્વીકારી હતી કારણ કે  આ થીયરી સમજાવી શકતી હતી કે કેવી રીતે લેમુર પ્રાણીઓ પ્રાચીન કાળમાં ભારતથી મેડાગાસ્કર અથવા મેડાગાસ્કરથી ભારત પ્રવાસ કરી શકતા હતા. આગળ જતા ભૂખંડો સરકવાની અને ટેક્ટોનિક પ્લેટસની વૈજ્ઞાનિક થીયરી અસ્તિત્વમાં આવતા સ્લેટરની આ થીયરીનું મહત્વ ઘટી ગયું. આમ છતાં કેટલાક લોકો હજી પણ માને છે કે ભૂતકાળમાં લેમુરિયા નામનો એક વાસ્તવિક ખંડ અસ્તિત્વ ધરાવતો હતો.

'કુમારી કંડમ' શબ્દ સૌપ્રથમ 15મી સદીના કંડા પુરાણમમાં દેખાયો હતો

લેમુરિયા ખંડના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવતું એક જૂથ છે તમિળ રાષ્ટ્રવાદીઓ. 'કુમારી કંડમ' શબ્દ સૌપ્રથમ 15મી સદીના કંડા પુરાણમમાં દેખાયો. કંડા પુરાણમ સ્કંદ પુરાણમનું તમિળ સંસ્કરણ છે. હિંદ મહાસાગરમાં ડૂબી ગયેલી પ્રાચીન ભૂમિ વિશેની વાર્તાઓ અગાઉની ઘણી તમિળ સાહિત્યિક કૃતિઓમાં નોંધાઈ છે. વાર્તાઓ અનુસાર, લેમુરિયા ખંડ ઉપર પાંડિયન રાજાઓ શાસન કરતા હતા જે જમીન હવે સંપૂર્ણ રીતે દરિયામાં ડૂબી ગઈ છે. 

મેડાગાસ્કર અને ઓસ્ટ્રેલિયાને જોડતો કુમારી કંડમ ખંડ

જ્યારે લેમુરિયા વિશેની કથાઓ ભારતમાં આવી ત્યારે દેશ એક એવા સમયમાંથી પસાર થઈ રહ્યો હતો જ્યારે લોકવાયકાઓને જ તથ્યો તરીકે ઓળખાવી દેવાતા હતા. પરિણામે લોકોએ લેમુરિયાને કુમારી કંડમ સાથે સરખાવાનું શરુ કરી દીધું.

કુમારી કંડમના પાંડિયન રાજાઓ આખા ભારતીય ખંડ ઉપર શાસન કરતા હોવાની લોકવાયકા

કુમારી કંડમની વાર્તાને ફક્ત એક વાર્તા તરીકે ગણવામાં આવતી નથી, પરંતુ તે રાષ્ટ્રવાદી ભાવનાથી ભરેલી કથા છે. એવો દાવો કરવામાં આવે છે કે કુમારી કંડમના પાંડિયન રાજાઓ આખા ભારતીય ખંડ ઉપર શાસન કરતા હતા, અને તમિળ સંસ્કૃતિ એ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. જ્યારે કુમારી કંડમની ભૂમિ ડૂબી ગઈ, ત્યારે ત્યાંના લોકો વિશ્વભરમાં ફેલાયા અને તેમણે વિવિધ સંસ્કૃતિઓની સ્થાપના કરી.  

ગ્લોબલ વોર્મિંગની થીયરી પ્રમાણે આ કથામાં સત્ય હોઈ શકે છે

તો કુમારી કંડમની વાર્તામાં કેટલું સત્ય છે? ઇન્ડિયાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીના સંશોધકોના જણાવ્યા મુજબ લગભગ 14,500 વર્ષ પહેલાં, સમુદ્રનું સ્તર અત્યારના સ્તર કરતા 100 મીટર અને લગભગ 10,000 વર્ષ પહેલાં 60 મીટર નીચું હતું. તેથી એવું શક્ય છે કે એક સમયે શ્રીલંકાના ટાપુને ભારત ભૂમિ સાથે જોડતો કોઈ લેન્ડ બ્રિજ હતો. 12,000 અને 10,000 વર્ષ પહેલાં ગ્લોબલ વોર્મિંગનો રેટ વધતાં દરિયાનું સ્તર વધતા સમયાંતરે ઘણા પૂર આવ્યા. 

આ કારણે ભારત અને શ્રીલંકાના નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોની આસપાસ આવેલી પ્રાગૈતિહાસિક વસાહતો ડૂબી ગઈ. આ વિનાશક ઘટનાઓની વાતો એક પેઢીથી બીજી પેઢીથી સુધી મૌખિક રૂપે પ્રસરી હશે અને અંતે કુમારીકંડમની કથા તરીકે લખાઈ હશે.

રામ સેતુ પુલ કુમારી કંડમના અસ્તિત્વને સમર્થન આપે છે

કુમારીકંડમના અસ્તિત્વને સમર્થન આપતા પુરાવાઓનો એક ભાગ છે એડમ્સ બ્રિજ. (જેને રામસેતુ પણ કહેવામાં આવે છે) આ સેતુ રેતી અને ચુનાના પથ્થરોથી બનેલી એક પાતળી પટ્ટી છે જે ભારત ભૂમિથી શ્રીલંકા સુધીના 18 માઇલને જોડે છે. એક સમયે જમીનની આ પટ્ટી એક કુદરતી રચના માનવામાં આવતી હતી. જો કે ઘણા લોકો એવી દલીલ કરે છે કે નાસાના ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસ્વીરોમાં એવું દેખાય છે કે આ પટ્ટી ઉપર પહેલા લાંબા તૂટેલો પુલ હતો. 

મોટાભાગની કહેવાતી દંતકથાઓની જેમ સંભવ છે કે કુમારીકંડમની પ્રાચીન તમિળ દંતકથાઓમાં વિશે થોડું ઘણું સત્ય હોઈ શકે છે. પરંતુ તે કેટલું સત્ય છે તે હજી નક્કી કરી શકાયું 

સંકળાયેલા મુદ્દાઓ

Indian Ocean Tamilnadu તમિલનાડુ હિન્દ મહાસાગર OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ