બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / A man from Mavadi committed suicide in Lodhika due to torture by Viramgam PSI

રાજકોટ / 'પટેલ સાહેબ બધાને બાયડી છોકરા હોય પણ આવી રીતે..' વિરમગામ PSIનું નામ લઈ યુવકનો આપઘાત

Dinesh

Last Updated: 10:00 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરમગામ PSIના ત્રાસથી લોધિકામાં મવડી વિસ્તારના એક વ્યક્તિએ આપઘાત કર્યાનો વીડિયોમાં સામે આવ્યો છે. PSIએ દારૂ કેસમાં રૂપિયા 10 લાખ માગતા હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે

રાજકોટના લોધિકામાં મવડી વિસ્તારના એક વ્યક્તિએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અત્રે જણાવીએ કે, પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો મૃતકે વીડિયો પણ બનાવ્યો હતો.  

10 લાખ માગતા હોવાનો ગંભીર આરોપ
વિરમગામ PSIના ત્રાસથી આપઘાત કર્યાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. PSIએ દારૂ કેસમાં રૂપિયા 10 લાખ માગતા હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ન્યાય ન મળે ત્યાં સુધી પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે

વાંચવા જેવું: PHOTOS: જોતી રહી જશે દુનિયા કે કાલુપુરનું રેલવે સ્ટેશન છે કે એરપોર્ટ! હડસન હાઈલાઈન પાર્ક પરથી ડિઝાઇન તૈયાર

વીડિયોમાં શું કહે છે ?
એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે જણાવે છે કે, હું જે આ કરૂ છે તેનું કારણ એક જ છે કે, વિરમગામના રૂરલમાં પોલીસવાળા પટેલ સાહેબ છે તેમના કારણે આ કરૂ છું. આજથી ચાર મહિના પહેલા મેં રાજસ્થાનવાળા પાસેથી એક દારૂની પેટી લીધી હતી. તે ભાઈ ક્યાંક પકડાયો હશે જેથી તેણે મારૂ નામ આપ્યું હતું. તેણે મારી ઉપર આઠ પેટીનો આરોપ કર્યો હતો. તે સમય મેં સેટિંગના ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. તેમ છતા તેમણે મારી ઉપર કેસ કર્યો હતો અને જેલ હવાલે કર્યો હતો. ફરી કોઈકનો માલ પકડાયો હશે તે માટે પણ મને ફોન કરીને કહે છે કે, આ માલ પણ તારો છે તારે 10 લાખ રૂપિયા આપવા પડશે. પટેલ સાહેબ બધાને બાયડી છોકરા હોય છે, મારા પરિવારને ન્યાય મળે એવું કમિશનર સાહેબ કરજો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ