બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / A huge rush of devotees to this place in Gujarat where Mahishasur was killed

શ્રદ્ધા / મહિષાસુરનો વધ થયો હતો તેવી ગુજરાતની આ જગ્યાએ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો, નવરાત્રીમાં માઈના દર્શન ફળદાયી

Kishor

Last Updated: 12:20 AM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસ્થાના ધામ નાના અંબાજીમાં આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોના ધસારાથી નાના અંબાજીની શેરીઓ મા અંબેના જયજયકારથી ગૂંજી ઊઠી છે અને આજથી નવ  દિવસ સુધી ભક્તોનો ધસારો અવિરત જોવા મળશે.

  • શક્તિના મહાપર્વનો શુભારંભ
  • નાના અંબાજીમાં ભક્તોની જામી ભીડ
  • શ્રદ્ધા અને આસ્થાનો સમન્વય

ભક્તિ અને શક્તિના પર્વ એવા ચૈત્ર સુદ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના નાના અંબાજી એટલે કે ખેડબ્રહ્મામાં આવેલા અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. આસ્થા અને ઉમંગનો સમન્વય નિમિતે ભકતોએ માં ભગવતીની પ્રાર્થના કરી હતી. જગતજનનીનાં ખોળે માથું નમાવીને ધન્યતા અનુભવવા માટે મોટી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ હાલમાં માતાજીના ધામમાં આવી રહ્યો છે. માત્ર ગુજરાત જ નહિ પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પણ શ્રદ્ધાળુઓ અહીં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

 
આસ્થાનો સૌથી મોટા તહેવાર

ખાસ કરીને ચૈત્રી નવરાત્રીમાં મંદિર સવારના ૭ વાગ્યાથી સાંજે ૯ વાગ્યા સુધી ભક્તોના દર્શન માટે ખુલ્લુ રહે છે.આસ્થાના સૌથી મોટા તહેવાર એવા નવરાત્રીમાં આ મંદિરમાં રાત્રિ દરમિયાન ગરબાનુ આયોજન પણ કરવામાં આવ્યું છે. આમ ચૈત્રી નવરાત્રીમા ભક્તોને આખો દિવસ માતાજીના દર્શનનો લાભ મળશે તો આ ઉપરાંત રાત્રી દરમિયાન ગરબે ઘુમવા પણ મળશે.પાંચસો કિલોમીટરથી પણ વધુ અંત્તર કાપીને અહી આવતા શ્રદ્ધાળુઓનો થાક પણ માના દર્શન માત્રથી ઉતરી જાય છે તેવો અહીનો માહોલ છે.


લોક વાયકા પ્રમાણે મહિષાસુરનો વધ અહીં થયો હતો

એક લોક વાયકા પ્રમાણે આ જગ્યાએ જ માતાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો. મહિષાસુરના ત્રાસથી લોકોને બચાવવા માટે અહીં જ માતાજીએ પોતાનું પ્રકટ સ્વરૂપ બતાવ્યું  હતું અને અહીં થી જ  માતાજીની જ્યોત ગબ્બર ગોખ લઈ જવામાં આવી હતી. એટલે જ આ યાત્રાધામાં શ્રદ્ધાળુઓને ઊંડી આસ્થા છે. ચૈત્રી નવરાત્રીના ઘટસ્થાપનના દિવસે વહેલી સવારે ૬ વાગે ઘટ સ્થાપન કર્યા બાદ આરતી કરવામાં આવી હતી, પછી ૨૫ કિલો દૂધ થી માતાજીનો અભિષેક કરાયો અને ઘજા પણ ચઢાવવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ