બિઝનેસ /
શેર બજારને ચડયો હોળીનો લીલો રંગ, બીજા દિવસે પણ પણ સેન્સેક્સમાં આટલા પોઈન્ટ ઉછાળો, બે દિવસમાં 6 લાખ કરોડ છાપ્યા
Team VTV04:38 PM, 06 Mar 23
| Updated: 04:46 PM, 06 Mar 23
ભારતીય શેર બજારમાં 6 માર્ચનાં સતત બીજાં દિવસે તેજી જોવા મળી. આ 2 દિવસોમાં આશરે 2.25% જેટલો ઊછાળો નોંધાયો છે.
2 દિવસોમાં શેર બજારમાં તેજી
આશરે 2.25% જેટલો ઊછાળો
રોકાણકારોને કરોડોનો થયો ફાયદો
ઘરેલૂ શેર બજારમાં અઠવાડિયાનો પ્રથમ ટ્રેડ તેજી સાથે બંધ થયો છે. સોમવારે સેંસેક્સ 415.49 અંકોના ઊછાળા સાથે 60,224.46 અંકોનાં લેવલ પર બંધ થયો છે. આ દરમિયાન નિફ્ટીમાં 117.10 અંક ઊછળીને 17,711.45 અંકોનાં લેવલ પર બંધ થયું.
રોકાણકારોને થયો ફાયદો
શેર બજારનાં આંકડાઓ અનુસાર છેલ્લાં 2 દિવસોનાં ટ્રેડ સેશનમાં દલાલ સ્ટ્રીટનાં રોકાણકારોની સંપત્તિમાં 6 લાખ કરોડનો ફાયદો થયો છે. આ દરમિયાન સેંસેક્સ લગભગ 1600 અંકો સુધી ઊછળ્યો છે અને ફરી એકવાર 60 હજારનાં આંકડાોને પાર કરી ગયો છે.
પાવર અને યૂટિલિટી શેરોમાં સૌથી વધારે ઊછાળો
આજનાં કોરોબારમાં પાવર અને યૂટિલિટી શેરોમાં સૌથી વધારે ઊછાળો જોવા મળ્યો છે. આ સિવાય BSE પર ઑયલ એન્ડ ગેસ, એનર્જી, આઈટી અને ટેક શેરોનાં ઈન્ડેક્સ પણ 1% થી વધારેનાં ઊછાળા સાથે બંધ થયું છે. BSEનાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ક્રમશ: 0.74% અને 0.90%નાં વધારા સાથે બંધ થયાં. ટ્રેડિંગનાં અંતમાં BSE સેનસેક્સ 415.49 અંકનાં વધારા સાથે 60,224.46 અંકો પર બંધ થયો છે. તો NSIનાં નિફ્ટી 117.10 અંકોનાં ઊછાળા સાથે 17,711.45નાં સ્તર પર બંધ થયું છે.
હોળીથી પહેલાં જ પૈસાનો વરસાદ
હોળીથી પહેલાં શેર બજારમાં રોકાણકારોની ઉપર પૈસાનો વરસાદ થયો છે. માર્ચની શરૂઆતમાં જ ટ્રેડિંગમાં રોકાણકારોનાં ખોળામાં આશરે 8 લાખ કરોડ રૂપિયા હવે આવી ગયાં છે. શેર બજારનાં પ્રમુખ સૂચકોની વાત કરીએ તો સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં 2%થી વધારેનો ઊછાળો નોંધાયો છે.