બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 5 Indian films enter Oscar 2023: 'The Kashmir Files', including this Gujarati movie
Megha
Last Updated: 03:10 PM, 10 January 2023
ADVERTISEMENT
ઓસ્કર 2023 માં ધ કાશ્મીર ફાઇલને શોર્ટલિસ્ટ કરવામાં આવી હોવાના સમાચાર સાંભળીને તમે સેલિબ્રેશન મોડમાં છો તો થંભી જાઓ, કારણ કે તમારી સાથે શબ્દોની રમત થઇ છે. ધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટ દ્વારા લોકોને મિસલીડ કર્યા છે. જણાવી દઈએ કે ધ કાશ્મીર ફાઇલ્સ હજુ સુધી ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી નથી. જો કે આ ફિલ્મ હજુ એ રેસમાં બની છે અને ઓસ્કર 2023 માં આગળ જવા માટે લાયક બની છે પણ હજુ સુધી તેને શોર્ટ લિસ્ટ કરવામાં નથી આવી.
વર્ષ 2022 બૉલીવુડની મોટાભાગની ફિલ્મો માટે સારું વર્ષ નથી રહ્યું પણ અપવાદ રૂપે થોડી એવી ફિલ્મો પાન એ વર્ષમાં રિલીઝ થઈ હતી જે દર્શકોને ઘણી પસંદ આવી હતી જેને લોકોના માનસપટ પર અલગ છાપ છોડી હતી. આ સાથેજ બોક્સઓફિસ પરકમાણીના પણ ઘણા રેકોર્ડ તોડયા હતા. એવી જ એક ફિલ્મ છે ધ કાશ્મીર ફાઇલ્સ.
ADVERTISEMENT
#PallaviJoshi #MithunChakraborty @DarshanKumaar @AnupamPKher are all shortlisted for best actor categories. It’s just the beginning. A long long road ahead. Pl bless them all. pic.twitter.com/fzrY9VKDcP
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 10, 2023
ઓસ્કારમાં પસંદ કરવામાં આવી ફિલ્મ?
ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ જ સોશ્યલ મીડિયા પર આ સારા સમાચાર લોકો સાથે શેર કરતાં જણાવ્યું હતું કે ધ કાશ્મીર ફાઇલ્સને ઓસ્કર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે અને ભારત તરફથી ઓસ્કારમાં પસંદ કરાયેલી 5 ફિલ્મોમાંથી આ એક છે.
કાશ્મીર ફાઈલ્સ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ
જણાવી દઈએ કે વિવેક અગ્નિહોત્રીએ આ ખબર શેર કરતાંની સાથે જ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં કામ કરેલ પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને અનુપમ ખેર જેવા કલાકારોને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીના મતે આ માત્ર શરૂઆત છે અને હજુ ઘણું આગળ વધવાનું બાકી છે.
ઓસ્કાર માટે નથી થઈ શોર્ટલિસ્ટ
જો એકેડમી એવોર્ડ્સની ઓફિશિયલ વેબસાઈટ પર જઈએ તો સમાજમાં આવશે કે વિવેક અગ્નિહોત્રીનો દાવો ખોટો છે. આ ફિલ્મને હજુ સુધી શોર્ટલિસ્ટ કરવામાં આવી નથી. ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતની માત્ર એક ફિલ્મને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તે છે 'ધ લાસ્ટ ફિલ્મ શો',
The Kashmir Files, Kantara, RRR, Gangubai Kathiawadi and Chhello Show (Last Film Show) qualify to be eligible for nomination to the #Oscars2023.
— ANI (@ANI) January 10, 2023
(Pics - Academy Awards website) pic.twitter.com/H1h3ISRstq
કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી
જણાવી દઈએ કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ હતી અને રિલીઝ થતાંની સાથે જ લોકોએ આ ફિલ્મને ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ એક મલ્ટિસ્ટારર ફિલ્મ હતી જેમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. જો કે વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લઈને ઘણો પણ સર્જાયો હતો અને ઘણા રાજકારણીઓએ પણ ફિલ્મ પર નિશાન સાધ્યું હતું. ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં 1990માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની વાર્તા દર્શાવવામાં આવી છે. ઓછા બજેટની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. જણાવી દઈએ કે ભારતમાં 252 કરોડ અને વર્લ્ડ વાઈડ બોક્સઓફિસમાં આ ફિલ્મએ 341 કરોડની કમાણી કરી હતી.
છેલ્લો શો થયું શોર્ટ લિસ્ટ
એક ગુજરાતી તરીકે આપણી માટે ગૌરવની વાત એ છે કે હાલ ઓસ્કાર 2023 માટે ફિલ્મ 'છેલ્લો શો' શોર્ટ લિસ્ટથઇ છે. ગુજરાતી ભાષાની ફિલ્મ છેલ્લો શો (The Last Show) એ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.