બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / 3 easy yoga postures are useful in removing the problem of stomach gas and acidity

Health Tips / ગેસ-એસિડિટીની સમસ્યાથી છો પરેશાન? નિયમિત કરો આ ત્રણ આસન તરત દૂર થશે મુશ્કેલી

Arohi

Last Updated: 07:21 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટની સમસ્યા આખા શરીરને ડિસ્ટર્બ કરી દે છે. આ પરેશાનીઓથી બચવા માટે તમારે પોતાના રૂટીનમાં અમુક આસનને શામેલ કરવા જોઈએ.

  • આ રીતે પેટની સમસ્યામાં મેળવો રાહત 
  • ગેસ-એસીડીટીમાં મળશે રાહત 
  • દરરોજ કરો આ ત્રણ આસન 

આયુર્વેદમાં પેટને અડધી બીમારીઓનું કારણ જણાવ્યું છે. જો તમને રોગ મુક્ત રહેવું છે તો તમારે પેટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પેટ ખરાબ થવા પર માથામાં દુખાવો, એસિડિટી, ઉલ્ટી, બેચેની, કબજીયાત, અપચો વગેરે જેવી સમસ્યાઓ થઈ જાય છે. સામાન્ય રીતે આ સમસ્યાઓનું કારણ આપણી ખોટી લાઈફસ્ટાઈલ અને ખોટુ ભોજન હોય છે. આ સમસ્યાઓથી બચવા માટે અમુક યોગાસન વિશે જાણો....

પવનમુક્તાસન 
પવનમુક્તાસન ગેસ અને કબજીયાતની સમસ્યા દૂર કરે છે. પાચનતંત્રને મજબૂત કરે છે અને કમરના દુખાવામાં રાહત આપે છે. આ આસન કરવા માટે સીધા સુઈ જાઓ. પોતાના બન્ને પગને ઘુટણથી વાળો અને બન્ને તરફથી હાથથી પકડો. હાથને જોડે લોક કરી લો. ત્યાર બાદ શ્વાસ છોડતા ઘુટણને તમારી છાતીની તરફ લઈ જાઓ અને પોતાની જાંધોને પોતાના પેટ પર દબાવો. તમારા માથાને ઉચુ કરો અને દાઢી અથવા માથાથી તમારા ઘુટણને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો. આ વચ્ચે શ્વાસ લેતા અને છોડતા રહો. અમુક સેકન્ડ બાદ સામાન્ય મુદ્રામાં સુઈ જાઓ. આ પ્રયાસને 4થી 5 વખત કરો. 

ત્રિકોણાસન 
ત્રિકોણાસન પાચન પ્રણાલી ઠીક કરે છે અને એસિડિટીથી છુટકારો આપે છે. સાથે જ ગળા, પીઠ, કમર અને પગની આસપાસની ફેટને હટાવીને મસલર્સને લચીલું બનાવે છે. તેને કરવા માટે સીધા ઉભી રહો અને પોતાના પગની વચ્ચે ઓછામાં ઓછી 3 ફૂટની દૂરી રાખો. પોતાના હાથોને સાઈડમાં ફેલાવો અને તેમને ખભા બરાબર રાખો. ત્યાર બાદ શ્વાસ લેતા ડાબા હાથને ઉપર ઉઠાવો અને શરીરને જમણી બાજુ વાળો. પોતાના ડાબા હાથને ડાબા પગની નીચે પગની તરફ લાવો, અને થોડા વાર આ સ્થિતિમાં રહો. ત્યાર બાદ આ ક્રમને બીજી બાજુથી રિપિટ કરો. એક વખતમાં ઓછામાં ઓછા 4થી 5 વખત અભ્યાસ કરો. 

વજ્રાસન 
વજ્રાસન પાચનમાં સુધાર કરે છે અને કબજીયાતની સમસ્યાથી છુટકારો અપાવે છે. એસિડિટી અને ગેસની પરેશાની દૂર કરે છે અને પીઠના મસલ્સને મજબૂત કરે છે. તેને કરવું ખૂબ જ સરળ છે. તેને કરવા માટે કોઈ યોગા મેટ પર બેશો. હવે ઘુટણને વાળીને પાછળ લઈ જાઓ ઇને પગને સીધા કરો. તમારા પગના પંજા ઉપરની તરફ હોવા જોઈએ. આ વચ્ચે કમર બિલકુલ સીધી રહે બન્ને હાથને કુણીઓથી વાળ્યા વગર ઘુટણ પર મુકો. બોડીને રિલેક્સ કરો અને આંખો બંધ કરો ધીરે ધીરે ઉંડા શ્વાસ લો અને છોડો. જ્યાં સુધી સંભાવના છે આ સ્થિતિમાં રહો. રોજ ભોજન બાદ અમુક સમય સુધી વજ્રાસન કરવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Acidity Gas health tips stomach ગેસ-એસિડિટી Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ