બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 dead bodies in the of Lalavadar in Amreli the reason for the murder

અમરેલી / કૂવામાંથી ત્રણ મૃતદેહો મળવા મામલે નવો ખુલાસો: આપઘાત નહીં, હત્યા કરીને ફેંકી દેવાયા, કારણ ચોંકાવનારું

Kishor

Last Updated: 04:34 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના લાલાવદરની વાડીમાં કુવામાંથી 3 મૃતદેહો મળવા અંગે મોટો ખુલાસો થયો છે. જેમાં હત્યાનું કાવતરું સામે આવતા સનસનાટી મચી ગઈ છે.

  • અમરેલીના લાલાવદરની વાડીમાં 3 મૃતદેહો મળવા અંગે મોટો ખુલાસો 
  • તાંત્રિકવિધિની આશંકાએ મહિલા સહિત તેના પતિ અને બાળકીની હત્યા 
  • આરોપીની બહેનનું બિમાર પડ્યા બાદ મોત થયું હતું 

અમરેલીના લાલાવદરની સીમામાંથી થોડા સમય પહેલા 3 મૃતદેહ મળી આવ્યા હતા. તે મામલે હવે ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેયની હત્યા કરીને તેમને કુવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. સત્ય સામે આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો હતો. જે મામલે અમરેલી જિલ્લા પોલીસવડા દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો.

મૃતકે મહિલાએ તાંત્રિકવિધિ કર્યા બાદ આરોપીની પુત્રીનું મોત થયાની આશંકાએ હત્યા 

તમને જણાવી દઈએ કે ગત 12 જાન્યુઆરીએ લાલાવદર ગામની સીમમાં આવેલા કુવામાંથી 3 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.જેમાં પતિ-પત્ની અને તેમની એક 8 વર્ષની દિકરીના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ત્રણેયના મૃતદેહનુ પીએમ કરવામાં આવ્યું ત્યારે બહાર આવ્યું હતું કે આ ત્રણેયની હત્યા કરવામાં આવી છે. જે બાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.જો કે પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા 4 આરોપી દ્વારા આ હત્યાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તપાસના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને એક મુખ્ય આરોપી પોલીસ પકડથી દુર છે. હાલ તો પોલીસે એક આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ વાંચો: ભઠ્ઠીમાંથી ધગધગતું સ્ટીલ ઓગળીને શ્રમિકો પર પડ્યું, ત્રણના નિધન: કચ્છમાં મોટી દુર્ઘટના

8 વર્ષની દીકરીની પણ ગળુ દબાવીને હત્યા

કૂવામાંથી મળેલી મૃતક મહિલા તાંત્રિકવિધિ કરતી હોવાની શંકાએ ત્રણેયની હત્યા કરવામાં આવી હોવાનું આશંકા છે. પોતાની દીકરીનું તાંત્રિક વિધીથી મૃત્યુ થયું હોવાની આશંકાએ આ હત્યા કરવામાં આવી હતી.. આરોપીએ પતિ-પત્ની અને બાળકીનું ગળું દબાવી હત્યા કરી કૂવામાં મૃતદેહ ફેંકી દીધા હતા. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે 10 જાન્યુઆરીની રાતે આરોપી બબલુ ઉર્ફે પ્યારસિંહ ભુરસિંહ વસુનીયા, મેરસિંહ તીનચીયા પારદીયા, ઈન્દ્ર કિશન વસુનિયા અને ભુરા મોહન બામનીયા લાલાવડરની સીમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને દંપતીનું ગળુ દબાવીને હત્યા કરી હોવાના આરોપ લાગી રહ્યા છે. જે બાદ 8 વર્ષની દીકરીની પણ ગળુ દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી.. જે બાદ આરોપીએ ત્રણેય લાશોને કુવામાં ફેંકી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ