બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 21 year old woman run alope with father in law

સંંબંધોના ધજાગરા / 60 વર્ષના સસરા પર મરી મટી 21 વર્ષની વહુ, બન્નેએ ભેગા થઈને કર્યું એવું જાણીને શરમ આવી જશે

Hiralal

Last Updated: 06:15 PM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના બુંદીમાં 21 વર્ષની વહુ 60 વર્ષના સસરાને લઈને ભાગી ગઈ લોકો મોંમા આંગળા નાખી ગયા છે.

  • રાજસ્થાનના બુંદીમાં સસરા-વહુએ સંબંધોનો છેદ ઉડાવ્યો
  • 21 વર્ષની વહુ સગા સસરાના પ્રેમમાં પડી
  • 60 વર્ષના સસરાને લઈ ભાગી
  • પતિએ કહ્યું- ઘણા દિવસથી બદલાયેલી લાગતી હતી

કળિયુગમાં કામી સસરાએ માઝા મેલી છે. રાજસ્થાનના બૂંદીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બુંદી જિલ્લામાં એક વહુનું દિલ સસરા પર આવી ગયું અને પછી પરિવાર કે નાતજાતનો વિચાર કર્યા વગર બન્ને ભાગી ગયા. પુત્રને જ્યારે પિતાના આ પરાક્રમની જાણ થઈ ત્યારે તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેણે ફરિયાદ લઈને પોલીસનો સંપર્ક કર્યો હતો. પતિનો આરોપ છે કે પોલીસ પણ તેની તપાસને ગંભીરતાથી નથી લઈ રહી. પતિએ પોલીસને વિનંતી કરી છે કે તે તેની પત્ની અને તેના પિતાની શોધ કરે. રિપોર્ટ મુજબ બુંદી જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિલોર ગામના રહેવાસી પવન વૈરાગીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેના પિતા રમેશ વૈરાગી પત્નીને લઈ ગયા છે. પવને ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની છ મહિનાની પુત્રીને છોડીને તેની પત્ની તેના પિતા સાથે ભાગી ગઈ હતી. પવનના જણાવ્યા અનુસાર, તેના પિતા તેની બાઈક પર પત્ની સાથે ભાગી ગયા હતા.

પિતા વહુ સાથે ખોટું કામ કરતાં હતા 
પુત્ર પવને જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ તેના પિતા ખોટા કામ કરતા હતા. સાથે જ તેની પત્ની સીધા સ્વભાવની છે. પવને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રોજરોટી કમાવવા બહાર રહે છે અને આ સમય દરમિયાન તેમની આંખો મળી ગઈ હતી અને બન્ને અવારનવાર ખોટું કામ કરતાં હતા અને એક દિવસ ભાગી ગયા. 

ઘટનાએ લોકોને વિચારતા કરી મૂક્યા
જવાન છોકરા-છોકરી ભાગીને લગ્ન કરતા હોય છે તે સામાન્ય ઘટના છે પરંતુ એક પગ કબરમાં હોય તેવા સગા સસરાં ઉઠીને પુત્રનું ઘર ભાંગે ત્યારે કેવો આઘાત લાગે. લોકોને પણ આવો જ આઘાત લાગ્યો છે. હાલમાં પોલીસ આ પ્રેમીપંખીડાની શોધ ચલાવી રહી છે. 

કેવી રીતે પ્રેમમાં પડ્યાં
60 વર્ષના ડોસાના પુત્ર રોજી-રોટી કમાવવા માટે બહાર ગયો હતો અને આ દરમિયાન વહુ અને સસરાં એકલા ઘેર રહેતા હતા. વહુને એક નાની છોકરી પણ છે. આ દરમિયાન બન્નેની આંખો મળી ગઈ અને પછી સંબંધ ભૂલી ગયા અને પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યાં. પુત્ર જ્યારે ઘેર આવ્યો ત્યારે પત્ની જાણે કંઈ જ ન બન્યું હોય તેવી ડાહ્યી-ડમરી બની ગઈ હતી પરંતુ ચાલાક પતિએ તેની હરકત પડવી પાડી હતી અને તેને કહેવાની તૈયારી કરી રહ્યો હતો તેટલામાં ગંધ આવી જતા પત્ની તેના સસરા સાથે ભાગી ગઈ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

OMG OMG NEWS OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ