હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ નાવી મોટો સ્કૂટરનું નવું મોડલ લોન્ચ કર્યું છે. Honda Navi 2016માં લોન્ચ કરવામાં આવી હતી તેના 2018ના વર્ઝનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વર્ઝનમાં બે નવા કલર રેંજ ગ્રીન અને લદ્દાખ બ્રાઉન મળશે. હવે નાવી કુલ 6 કલર ઓપ્શનમાં મળશે. તેની કિંમત 44 775 (એક્સ શો રૂમ) રાખવામાં આવી છે.
Honda Naviના 2018 એડિશનમાં ફ્યૂલ ગાજ અને મેટલ મફલર પ્રોટેક્ટર છે. જેમાં તમને અનેક કસ્ટમાઈઝેશન ઓપ્શન પણ મળશે. નાવીને ગ્રેબ રેલ હેડલાઈટ કવર અને રિવર વ્યૂ મિરર નવા બોડી કલરમાં મળશે.
Honda Naviમાં 109 સીસી સિંગલ સિલિન્ડર અને એર કૂલ્ડ મોટર છે. એન્જિનથી 7000rpm પર 8bHp અને 5500rpm પર 8.96Nmનો પીક ટોર્ક જરરેટ થાય છે.
લોન્ચિંગ દરમિયાન HMSI સીનિયર વાઇસ પ્રેસિડન્ટે જણાવ્યુ કે ''ટ્રેન્ડી Honda Navi યૂથ માટે સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે અને 2018 વર્ઝન સ્ટાઇલમાં વધારે આગળ છે. અમે કસ્ટમર્સને વધારે સરપ્રાઇઝ આપતા રહીશું.''