બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / 2-month-old baby girl found in travel bag in train compartment, police exercise begins to find parents

અમદાવાદ / ટ્રેનના ડબ્બામાં ટ્રાવેલ બેગમાંથી મળી આવી 2 માસની બાળકી, માતા-પિતાને શોધવા પોલીસની કવાયત શરૂ

Vishal Dave

Last Updated: 05:59 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઇ મુસાફરને બેગ ભૂલી ગયુ હોવાનું લાગતા બેગને પ્લેટફોર્મ પર લઇ જઇ ચેક કરવામાં આવી હતી.. આ દરમ્યાન તેમાંથી 2 માસની નવજાત બાળકી મળી આવી હતી

અમદાવાદમાં ફરી એક માસૂમ બાળકીને જનેતાએ ત્યજી દીધાનો કિસ્સો સામે આવ્યો છે. .. નિર્દયી માતા ટ્રેનના ડબ્બામાં ટ્રાવેલ બેગની અંદર બાળકીને મૂકી ફરાર થઇ ગઇ... રેલવે પોલીસે આ મામલે  ગુનો નોંધી CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.. . 

આ રીતે ટ્રાવેલ બેગમાંથી મળી બાળકી 

મળતી વિગતો પ્રમાણે કાલુપુર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર 6 પર બાંદ્રાથી લોકશક્તિ ટ્રેન અમદાવાદ પહોંચી હતી.. અને ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જરની અવર જવર વચ્ચે એક બિનવારસી કાળા રંગની બેગ જનરલ ડબ્બામાં મળી આવી હતી ..કોઇ મુસાફરને બેગ  ભૂલી ગયુ હોવાનું લાગતા બેગને પ્લેટફોર્મ પર લઇ જઇ  ચેક કરવામાં આવી હતી.. આ દરમ્યાન તેમાંથી 2 માસની નવજાત બાળકી  મળી આવી હતી.. મુસાફરોએ રેલવે પોલીસનો સંપર્ક કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.. અને બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.. જ્યાં બાળકી સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. રેલવે પોલીસે નવજાત બાળકીને ત્યજી દેવાના કેસમા અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે..

આણંદ અને નડિયાદ રોકાઈ હતી ટ્રેન 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે બ્રાન્દ્રાથી નીકળેલી લોકશક્તિ ટ્રેન અમદાવાદ પહોંચી તે પહેલા આણંદ અને નડિયાદ રોકાઈ હતી.. જેથી રેલવે પોલીસ દ્વારા  CCTV ચેક કરીને બાળકીને આ રીતે બેગમાં મુકી ફરાર થનાર સામે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદ અને નડિયાદ  રેલવે સ્ટેશનમાંથી પણ CCTV ફૂટેજની ચેકીંગ શરૂ કરવામાં આવી છે. .. અને  શકસપદ મહિલા કે વ્યક્તિની શોધખોળ કરવા જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ સુરતમાં માવાના ચૂનાએ પરિવારને દોડતો કર્યો, બાળકીને આવી ઓપરેશનની નોબત, બન્યું આંખ ઉઘાડતું

2 મહિલા કર્મીઓ બાળકી માટે માતાની ગરજ સારી રહ્યા છે 

હાલ તો  2 મહિલા પોલીસ બાળકીની સારસંભાળ રાખીને માતાની ફરજ પુરી કરી રહ્યા છે..  બે માસની માસુમ બાળકીને આ રીતે ત્યજી દેનાર માતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. જો કે આ ઘટનામાં હકીકત શું છે તે તો તપાસ બાદ જ સામે આવશે 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ