શેત્રુંજી ડિવિજનમાં બે સિંહોના મોત થતા સિંહોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે. નવા વર્ષના પ્રથમ દિવસે 2 સિંહોના મોત થતા વન વિભાગ દોડતું થયું છે.
કુવામાંથી રેસ્કયુ કરાયેલ સિંહનુ મૃત્યુ
નવા વર્ષના પ્રથમ દિવસે 2 સિંહોના મૃત્યુ
સિંહોના મોતથી વન વિભાગ દોડતું થયું
સૌરાષ્ટ્રમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ બે સિંહોનો મોત નિપજતા વન વિભાગ દોડતું થયું છે, અમરેલીના પાણીતાણામાં શેત્રુંજી ડિવિજનમાં બે સિંહોના મોત થતા સિંહોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.
નવા વર્ષના પ્રથમ દિવસે 2 સિંહોના મૃત્યુ
રાજુલાના કડીયાળી ગામે નીલગાયની પાછળ દોડતા બે સિંહો કુવામાં ખાબક્યા હતા જે બાદ સિંહનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું જોકે આજે રેસ્ક્યૂ કરાયેલા બે સિંહોનું મુત્યું નિપજ્યું હતું. કુવામાંથી બહાર નીકળ્યા બાદ સિંહોને બાબરકોટ એનિમલ કેસ સેન્ટરમાં સારવાર અર્થે લવાયા હતા. આજે મહુવાના ખૂટવડા નજીક રેવન્યુ વિસ્તારમાં સિંહનો મૃતદેહ મળી આવ્યા હતો. જો કે નવા વર્ષના પ્રથમ દિવસે જ 2 સિંહોના મોત થતા વન વિભાગ દોડતું થયું છે.
સિંહોના મોતથી વન વિભાગ દોડતું થયું
સૌરાષ્ટ્રનું પાલિતાણા શેત્રુંજી ડીવીઝન અમરેલી અને ભાવનગર જિલ્લાને જોડતું ડીવીઝન છે. ત્યારે અહીં પૂરતો સ્ટાફ અને સુવિધા ન હોવાને કારણે સિંહોના મોત વધી રહ્યા છે. સિંહો પણ સતત ગમે તે વિસ્તારમાં ઘુસી જાય છે. વન વિભાગ પાસે સ્ટાફ પૂરતો નથી તો જરૂરી સાધનો પણ નથી જેને લઈ સિંહોની સુરક્ષા સામે સંકટ ઊંભુ થયું છે.
કુવામાંથી રેસ્કયુ કરાયેલ સિંહનુ મૃત્યુ
રાજુલા તાલુકાના કડીયાળી ગામ નજીક 1 ખેડૂતની વાડી વિસ્તારમાં શિકારની શોધમાં નીલગાય પાછળ સિંહ દોડતા નીલગાયનું મોત થયું હતું તેમજ સિંહ કૂવામાં ખાબક્યો હતો. જેને લઈ વનવિભાગ દ્વારા બચાવવા માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. સિંહને સારવાર માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં સિંહનું મોત થતા આમ આજના દિવસે નવા વર્ષમાં 2 સિંહોના મોત થયા છે.