2 lakh kg of ganja worth Rs 200 crore set on fire in Andhra Pradesh
વાયરલ /
નશાનો નાશ : ભારે ભલું કામ કર્યું પોલીસે, 200 કરોડનો બે લાખ કિલો ગાંજો સળગાવી નાખ્યો, જુઓ વીડિયો
Team VTV07:54 PM, 13 Feb 22
| Updated: 07:59 PM, 13 Feb 22
આંધ્રપ્રદેશ પોલીસે એક ઐતિહાસિક કાર્યક્રમ યોજીને 200 કરોડનો બે લાખ કિલો ગાંજો સળગાવી મૂક્યો છે, આ ઘટનાનો એક વીડિયો પણ શેર કરાયો છે.
આંધ્રપ્રદેશ પોલીસનું અભૂતપૂર્વ કામ
200 કરોડનો બે લાખ કિલો ગાંજો સળગાવી મૂક્યો
ઐતિહાસિક કાર્યક્રમ યોજીને નશાનો કર્યો નાશ
યુવાનોને જીવલેણ ડ્ર્ગ્સની પકડમાં આવતા અટકાવવા આંધ્રપ્રદેશ પોલીસે કરેલું એક કામ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. રાજ્યમાંથી વિવિધ ઠેકાણે જપ્ત કરવામાં આવેલા ગાંજાનો મોટો જથ્થો સળગાવી મૂકીને પોલીસે જબરુ કામ કર્યું છે તેમના આ કામ બદલ તેમને વખાણ આપવા ઘટે. આંધ્રપ્રદેશ પોલીસે શનિવારે 200 કરોડ રૂપિયાથી વધુની કિંમતના બે લાખ કિલોગ્રામ ગાંજાનો નાશ કર્યો હતો, આંધ્રપ્રદેશ પોલીસે જણાવ્યું હતું કે, રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા, જેને એક ઐતિહાસિક કાર્યક્રમમાં નષ્ટ કરવામાં આવ્યા હતા.
ગાંજાના ઢગલા સુધી પહોંચવા રેડ કાર્પેટ પાથરવામાં આવી
પોલીસે ગાંજાને સળગાવવાની ઐતિહાસિક ઘટનાનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પોલીસ અધિકારીઓ દ્વારા ગાંજાના ઢગલાને ભારે ભવ્યતા સાથે આગ ચાંપવામાં આવી રહી છે. આ માટે ગાંજાના ઢગલા સુધી પહોંચવા રેડ કાર્પેટ પાથરવામાં આવી છે.
ખુલ્લા મેદાનમાં ગાંજાના અનેક ઢગલા બનાવાયા
વીડિયોમાં દેખાય છે કે ખુલ્લા મેદાનમાં ગાંજાના અનેક ઢગલા બનાવવામાં આવ્યા છે. તે બધા પર લાકડું મૂકવામાં આવ્યું છે, જેથી તેને આગ ચાંપી શકાય. મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ છે, જેમણે તેને પહેર્યો છે. પછી તે ઢગલાને આગ લગાડવામાં આવે છે. વીડિયોમાં અડધો ડઝનથી વધુ આવા જ ઢગલા જોવા મળી રહ્યા છે.
રાજ્યના પોલીસ વડા ગૌતમ સવાંગે જણાવ્યું હતું કે પ્રતિબંધિત માઓવાદીઓ ગાંજાની ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે જે ઓડિશાના ૨૩ જિલ્લાઓ અને વિશાખાપટ્ટનમ જિલ્લાના ૧૧ મંડળોમાં ચલાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન 'પરિવર્તન' હેઠળ પોલીસની 406 વિશેષ ટીમોએ 11 મંડળોના 313 ગામોમાં ગાંજાના વાવેતરનો નાશ કર્યો હતો. તેમણે કહ્યું કે વિવિધ રાજ્યોના ઘણા જૂથો ગાંજાની ખેતી અને આંધ્ર-ઓડિશા સરહદ પર માદક દ્રવ્યોના ગેરકાયદેસર પરિવહનમાં સામેલ છે.