બ્રેકિંગ ન્યુઝ
VTV / 15-year-old gave birth to baby after watching YouTube, what happened next is shocking
Megha
Last Updated: 03:26 PM, 6 March 2023
ADVERTISEMENT
Nagpur Crime News: મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક ચોંકાવનારો ઘટના સામે આવી છે. અહીં એક 15 વર્ષની સગીર છોકરીએ યૂટ્યુબ પર વીડિયો જોઈ પોતે જ ઘરમાં બાળકને જન્મ આપ્યો હતો. બાળકનો જન્મ થતાંની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી અને તેને એક ડબ્બામાં છુપાવી દીધુ હતું. જ્યારે આ છોકરીની માતા ઘરે પહોંચી ત્યારે આ વાત સામે આવી હતી અને તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. બીજી તરફ નવજાત બાળકના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
જણાવવામાં આવી રહ્યું છે કે સગીર છોકરીની તબિયત પણ ખરાબ છે. તેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોએ જણાવ્યું કે ડિલિવરી બાદ વધુ પડતા રક્તસ્ત્રાવના કારણે સગીરની હાલત નાજુક છે. ઘટના નાગપુર શહેરના અંબાઝરી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યારે પીડિતાની માતા કામ પર ગઈ ત્યારે સગીર છોકરીને બાળકને જન્મ આપવા યૂટ્યુબ પર વિડિયો જોયો અને પોતે જ બાળકને જન્મ આપ્યો હતો.
માતાથી છુપાવી હતી ગર્ભ હોવાની વાત
પોલીસે જણાવ્યું કે યુવતી સોશિયલ મીડિયા દ્વારા એક યુવકને મળી હતી. જે બાદ બંને વચ્ચે ઓળખાણ થઈ હતી. યુવકે યુવતીનું યૌન શોષણ કર્યું હતું. બાદમાં યુવતી ગર્ભવતી બની હતી. તેણે તેની માતાને બીમાર હોવાનું જણાવીને ગર્ભવતી હોવાની વાત છુપાવી હતી.
સગીર છોકરી સામે કેસ દાખલ
પોલીસે જણાવ્યું કે સગીર છોકરી સામે ભારતીય દંડ સંહિતા (IPC) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હત્યાનો આરોપ લગાવવામાં આવશે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.