બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / 12 science 4 subject paper answer key announced

શિક્ષણ / ધો. 12 સાયન્સના 4 વિષયના પેપરની આન્સર કી જાહેર, વાંધા અરજી માટે વિદ્યાર્થીઓને અપાઇ આ છેલ્લી તારીખ

Ajit Jadeja

Last Updated: 09:09 AM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોર્ડ દ્વારા મેથ્સ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રીના પેપરની આન્સર કી જાહેર કરી વેબસાઈટ પર મુકવામાં આવી છે.

ધોરણ 12 સાયન્સના 4 વિષયના પેપરની આન્સર કી જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા મેથ્સ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રીના પેપરની આન્સર કી જાહેર કરી છે. પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે. આ આન્સર કી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના નિષ્ણાંતોએ તૈયાર કરી છે. જેને લઇ કોઇને કોઇ વિદ્યાર્થીએ રજુઆત કરવાની હોય તો 30મી માર્ચ સુધીમાં કરી શકાશે. રજૂઆત માટે પ્રશ્નદીઠ 500 રૂપિયા ફી ભરવાની રહેશે. રજૂઆત સાચી હશે તો પ્રશ્ન માટે ભરેલી ફી પરત આપવામાં આવશે.

4 વિષયોની આન્સર કી જાહેર

ગુજરાત માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ ધોરણ 12 સાયન્સના મેથ્સ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી ચાર વિષયની માર્ચમાં લેવાયેલી પરીક્ષાની આન્સર કી બોર્ડની વેબસાઈટ પર મૂકી છે. પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી વિદ્યાર્થીઓ જોઈ શકશે. વિદ્યાર્થીઓ 30 માર્ચ સુધી પ્રશ્નદીઠ 500 રૂપિયા ફી ભરી પુરાવા સાથે રજૂઆત કરી શકશે. રજૂઆત સાચી હશે તો પ્રશ્ન માટે ભરેલી ફી પરત આપવામાં આવશે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના નિષ્ણાતો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી તૈયાર કરવામાં આવી છે અને આ આન્સર કી બોર્ડની વેબસાઈટ પર મુકાઈ છે. આન્સર કી અંગે કોઈ રજુઆત વિદ્યાર્થીની હોય તો બોર્ડની વેબસાઈટ પર મૂકેલા નિયત નમૂનામાં વિષય અને માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજુઆત ઇમેઇલ આઈડી પર 30 માર્ચે સાંજે 6 સુધીમાં કરવાની રહેશે. ત્યાર કરાયેલી રજૂઆત પર ધ્યાન આપવામાં આવશે નહી. રજુઆત ફક્ત ઈમેલ મારફતે સ્વીકારાશે, જેની પ્રશ્નદીઠ નિયત ફી રૂ.500 ભરવાની રહેશે. આ રજૂઆત સાથે નાણાં ભરેલા ચલણની નકલ ઇમેઇલથી મોકલવાની રહેશે.

આ પણ વાંચોઃ રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો, 3 મહિનામાં નોંધાયા 630 કેસ, 15 લોકોના મોત

સીસીટીવી કેમેરાની દેખરેખમાં લેવાઇ પરીક્ષા

ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરે નહિ અને પ્રમાણિકતાથી પરીક્ષા આપે તે માટે બોર્ડ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી. બોર્ડની જાહેર પરીક્ષાના તમામ પરીક્ષા સ્થળો (બિલ્ડીંગો) C.C.T.V. કેમેરાની દેખરેખ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરવામાં આવી હતી. પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત સીસીટીવીની ચકાસણી પણ કરવામાં આવી રહી છે જેમાં કોઇ ગેરરીતી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવનાર છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ