બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 01:55 PM, 5 February 2020
ADVERTISEMENT
સરળ શબ્દોમાં સમજીએ તો જે મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમમાં ડિવિડન્ડ મળે છે, તેના પર જ ટેક્સ લાગશે. પણ જો તમે તમારા પૈસા સ્કીમમાંથી પાછા લઈ લો છો તો કોઈ જ ટેક્સ લાગશે નહીં. તમને જણાવી દઈએ કે, સરકારે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે કંપનીઓ પર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેથી નવા નિર્ણય મુજબ હવે, હવે રોકાણકારો ડિવિડન્ડ પર ટેક્સ ભરશે.
ADVERTISEMENT
હવે શું થશે?
માની લો કે, તમને કોઈ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં ડિવિડન્ટ મળે છે, તો હવે સેક્શન 194K અંતર્ગત 10 ટકાના દરથી ટીડીએસ ચૂકવવો પડશે. એનો મતલબ છે કે, અમુક જ સ્કીમ પર ટેક્સ ચૂકવવો પડશે. પણ જ્યારે તમે તમારા પૈસા સ્કીમમાંથી કાઢી લેશો ત્યારે (ડિવિડન્ડ સ્કીમને છોડીને) તો નવા પ્રસ્તાવ મુજબ ટેક્સ નહીં ભરવો પડે.
એક્સપર્ટ એવા રોકાણકારોને ડિવિડન્ડ સ્કીમમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે, જે વધારે જોખમ લેવા માંગતા નથી અને થોડી આવક ઇચ્છતા હોય છે. જે રોકાણકારો એસઆઈપી દ્વારા લાંબા ગાળે મોટી સંપત્તિઓ બનાવવા માંગતા હોય છે તેમણે ગ્રોથ સ્કીમનો વિકલ્પ પંસદ કરવો જોઈએ.
ડિવિડન્ડ આપવાની સ્કીન કઈ છે?
એક્સપર્ટ કહે છે કે, મ્યુચ્યુઅલ ફંડની તમામ સ્કીમમાં ડિવિડન્ડ મળતું નથી. મ્યુચ્યુઅલ ફંડની સ્કિમ ત્યારે જ ડિવિડન્ટની જાહેરાત કરે છે જ્યારે તેના પોર્ટફોલિયોમાં નફો થાય છે. ફંડ મેનેજરો શેરને ખરીદે અને વેચે છે, જેનાથી પોર્ટફોલિયોને નફો થાય છે. ડેટ્સ ફંડ્સના કેસમાં પોર્ટફોલિયોને બોન્ડમાં રોકાણ પર વ્યાજ અથવા ડિવિડન્ડ મળે છે. આવી રકમને ફંડ મેનેજર ડિવિડન્ડના સ્વરૂપમાં રોકાણકારોને આપી દે છે.
મ્યુચ્યુઅલ ફંડની સ્કિમ દરરોજ, દર મહિને, દર ત્રણ મહિને અથવા વર્ષમાં એક વાર ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે. આ સ્કિમની કેટેગરી પર આધાર રાખે છે. કેટલાક હાઇબ્રિડ પ્લાન અથવા મંથલી ઈન્કમ પ્લાન યૂનિટ હોલ્ડર્સને દર મહિને ડિવિડન્ટ આપવાનો પ્રયાસ કરે છે.
જોકે, ડિવિડન્ડ મળશે જ તેવું નક્કી નથી હોતું, એ પણ નક્કી નથી હોતું કે ડિવિડન્ડના સ્વરૂપમાં કેટલી રકમ મળશે. ડિવિડન્ટ સ્કીમમાં નેટ એસેટ વેલ્યૂને વધવા દેવામાં નથી આવતી. જ્યારે એનએવી એક નિશ્ચિત સ્તર પર પહોંચે છે ત્યારે એસેટ મેનેજમેન્ટ કંપની ડિવિડન્ડની જાહેરાત કરી દે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.