10 lakh applications confirmed for LRD recruitment, race process in December and written in March
BIG NEWS /
LRD ભરતીમાં 10 લાખ અરજી કન્ફર્મ, ડિસેમ્બરમાં દોડ અને આ મહિનાના પહેલા અઠવાડિયામા ઓપ્શનલ પરીક્ષાના સંકેત
Team VTV09:36 AM, 10 Nov 21
| Updated: 09:44 AM, 10 Nov 21
કુલ 10,459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા માટે અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી હવે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દોડ યોજાશે.
LRD ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ
LRDમાં ભરતી માટે 12 લાખ જેટલા ફોર્મ ભરાયા
10 લાખ જેટલી અરજી કન્ફર્મ કરવામાં આવી
LRD ભરતી માટે અરજી કરવાનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો. અંતિમ ઘડીએ સાઈટ પર અરજી માટે ધસારો વધ્યો હતો. રાત્રે 11.59 વાગ્યા સુધી ચાલેલી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં 12 લાખ જેટલા અરજીઓ મળી હતી. જેમાંથી 10 લાખ જેટલી અરજી કન્ફર્મ કરવામાં આવી છે. અંતિમ દિવસે ઉમેદવારોને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી હતી પણ વ્યવસ્થાના ભાગ રૂપે તાબડતોબ છેલ્લા દિવસે સર્વરની સ્પીડ વધારવા 3 વધુ સર્વર લગાવાયા હતા. ત્યારે ફોર્મ ભરવા માટે વધુ સમય આપવા માટે ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં માંગ કરી છે.
કેટલી જગ્યા અને કેટલી અરજી મળી?
બિનહથિયારધારી કોન્સ્ટેબલ માટે 3492 પુરૂષ ઉમેદવારોની જગ્યા છે. અને બિનહથિયારધારી મહિલા કોન્સ્ટેબલ માટે 1720 જગ્યા ખાલી છે. જયારે હથિયારી કોન્સ્ટેબલ માટે 434 પુરૂષ, 263 મહિલાઓની જગ્યા છે. SRP કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. આ બંને કેટેગરીમાં મહિલાઓ માટે 1983 જગ્યા અનામત છે. અત્યાર સુધીમાં કુલ 12 લાખ અરજીઓ થઈ છે. જેમાં 10 લાખ જેટલી અરજી કન્ફર્મ કરવામાં આવી છે.કુલ 7.50 લાખથી વધુ પુરૂષ ઉમેદવારોની અરજીઓ મળી છે. જેમાં 2.50લાખથી વધુ મહિલા ઉમેદવારોની અરજીઓ કન્ફોર્મ થઇ છે.
માર્ચ મહીનાના પહેલા અઠવાડિયામા ઓપ્શનલ પરીક્ષા, તો ડિસેમ્બરમાં દોડ
LRD ભરતી પ્રક્રિયાને લઈને બોલ્યા LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે નિવેદનમા જણાવ્યુ છે કે ઉમેદાવારો પરીક્ષાની તૈયારી શરૂ કરી દે 9-10 ડિસેમ્બરે શારિરીક કસોટી યોજાશે, આ કસોટી બે મહીના સુધી ચાલશે. ઓપ્સનલ પરીક્ષા લેખીત પરીક્ષા માર્ચ મહીનાના પહેલા અઠવાડિયામા લેવાશે.LRD અને PSI બંનેમાં ફોર્મ ભર્યું હશે તેમને પહેલા પરીક્ષા માટે બોલાવાશે.