અમદાવાદ / વસ્ત્રાપુરમાં વશીકરણ કરીને ધોળા દિવસે 2 મહિલાઓએ 1 લાખની ચલાવી લૂંટ

અમદાવાદના વસ્ત્રાપુરમાં લૂંટનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વશીકરણ કરી લૂંટ ચલાવાઇ હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. હોળી માટે નાણાં માંગવાના બહાને 2 મહિલાએ લૂંટ ચલાવી છે. ભોગબનનારને ઘટના અંગે કોઇ ખ્યાલ ન હોવાનો દાવો કરાયો છે. હાથની વીટી, ગળાની ચેન સહિત રોકડ રકમ લઇ મહિલાઓ ફરાર થઇ ગઇ છે. કારમાં આવેલા એક પુરૂષ સાથે 2 મહિલાઓ લૂંટ કરી ફરાર થઇ ગઇ છે. વસ્ત્રાપુર પોલીસે છેતરપિંડી અને લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ