બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ટેક અને ઓટો / Your mobile recharge plan price will Increase know more

તમારા કામનું / બે સિમ કાર્ડ વાપરતા હોવ તો વાંચી લેજો, વધી રહ્યા છે રિચાર્જ પેકના ભાવ, જાણો શું છે કંપનીઓની તૈયારી

Arohi

Last Updated: 04:46 PM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા વર્ષે ડિસેમ્બરમાં ટેરિફ રેટ વધી ગયા હતા. થોડા દિવસના અંતર પર દરેક મોબાઈલ કંપનીઓએ રિચાર્જ પેક મોંઘા કર્યા હતા.

  • રોચાર્જ પેકના ભાવમાં થશે વધારો
  • ઈન એક્ટિવ ગ્રાહકો થશે આઉટ 
  • જાણો કંપનીઓનો શું છે પ્લાન 

તમારા મોબાઈલ રિચાર્જ પેકના ભાવ ફરી વધવાના છે. આમ થોડા મહિના પહેલા પણ થયું હતું. મોબાઈલ કંપનીઓ આ તૈયારીમાં લાગી ગઈ છે. પેકના ભાવ વધવાથી તમારા ડેટા પેક અને વોઈસ પેક મોંઘા થઈ જશે. પહેલાથી વધી રહેલી મોંઘવારીમાં આ ભાવ વધારો લોકોના ખિસ્સા ખાલી કરી શકે છે. 
એક રિપોર્ટ અનુસાર મોબાઈલ કંપનીઓ એ ગ્રાહકના સિમ પર ધ્યાન આપી રહી છે જે એક્ટિવ નથી. જેમણે સિમ લીધુ છે પરંતુ તેને ઓછુ રિચાર્જ કરે છે અને તેનો ઓછો ઉપયોગ કરે છે. જે સિમ એક્ટિવ નથી તેને બંધ કરી દેવામાં આવશે. તેનાથી ગ્રાહકોની સંખ્યા ઘટશે. જેથી રિચાર્જ પેક મોંઘા કરીને તેની ભરપાઈ કરવામાં આવશે. 

ઈન એક્ટિવ ગ્રાહકો થશે આઉટ 
મોબાઈલ કંપનીઓએ કહ્યું છે કે 'એવરેજ રેવેન્યૂ પર યુઝર' એટલે કે ARPUમાં સુધાર લાવવા માચે રિચાર્જ પેક મોંઘા કરવા જરૂરી છે. તેના માટે કંપનીઓ સસ્તા રિચાર્જ કરનાર અતવા ઈનએક્ટિવ ગ્રાહકોને બહાર કરશે. આ પહેલા ડિસેમ્બર 2021માં ટેરિફના રેટ વધારવામાં આવ્યા હતા. 

આ રેટ વધારા બાદ મોટાભાગના ગ્રાહકોએ સિમ બંધ કરવી દીધા જેમની પાસે એકથી વધારે સિમ કાર્ડ હતા. એવા સિમ બંધ કરાવવામાં આવ્યા જે રિચાર્જ વગર ચાલતા હતા. એવા ગ્રાહકોના બહાર થવાથી રિલાયન્સ જીયોનો સૌથી વધારે ફાયદો થયો કારણ કે એક્ટિવ યુઝર્સની સંખ્યા વધી ગઈ હતી. 

શું કહે છે એક્સપર્ટ 
ટેલીકોમ સેક્ટરના જાણકારો અનુસાર ભારતીય એરટેલ પોતાના એઆસપીયુ વધારવા માંગે ચે અને જીયો પોતાના નેટવર્ક પર એક્ટિવ યુઝરની સંખ્યામાં સુધારો કરવામાં લાગ્યું છે. એવામાં ભવિષ્યમાં ટેરિફ રેટમાં વધારો જોવા મળી શકે છે. 

ભારતીય એરટેલે આ વર્ષમાં પોતાના એઆરપીયુ 200 સુધી લઈ જવાની તૈયારી બતાવી છે. જ્યારે ગયા વર્ષ ડિસેમ્બરમાં આ 163 હતું. વોડાફોન આઈડિયાએ પણ પોતાના એઆરપીયુ વધારવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. 

શું છે એક્ટિવ યુઝર્સ? 
હાલનો એક રિપોર્ટ જણાવે છે કે મોબાઈલ ટેરિફના રેટ વધવાથી વાયરલેસ ગ્રાહકોની સંખ્યામાં વઘટાડો આવ્યો છે. પરંતુ એક્ટિવ યુઝર્સની સંખ્યા વધી છે. એક્ટિવ યુઝર્સનો અર્થ છે કે પહેલા કોઈ વ્યક્તિની પાસે બે સિમ કાર્ડ હોતા હતા તેમાંથી એક બંધ કરીને બીજુ ચાલુ રાખવામાં આવ્યું છે.

પહેલા બન્ને સિમ રેગ્યુલર ન હતા ચાલતા. પરંતુ હવે એક સિમ હોવાથી લોકોએ હંમેશા રિચાર્જ કરવાનું શરૂ કર્યું છે. આજની તારીખમાં મોબાઈલ હવે જરૂરા સેવામાં શામેલ થઈ ગયો છે જેનાથી તેનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ